અમરેલી SP નિર્લિપ્ત રાયનો આબાદ બચાવ, દરિયામાં તણાતા રેસ્ક્યુ કરાયું

જાફરાબાદના દરિયાકાંઠે સર્જાઈ હતી દુર્ઘટના

અમરેલી SP સાથે એક દુર્ઘટના ઘટી હતી. SP નિર્લિપ્ત રાય અને પોલીસ કોન્સ્ટેબલ દરિયામાં તણાતા બચાવવામાં આવ્યા હતી. આ ઘટના જાફરાબાદના સરકેશ્વરના દરિયા કાંઠે બની હતી. જ્યાં SP નિર્લિપ્તા રાય સહિત પોલીસ સ્ટાફ દરિયામા ન્હાવા ગયા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને SP નિર્લિપ્ત રાય દરિયામાં તણાયા હતા.

જો કે અન્ય સ્ટાફ દ્વારા સમય સૂચકતા વાપરી તેમનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ. એક સમયે પરિસ્થિતિ નાજૂક બની હતી. પોલીસ કોન્સ્ટેબલ અને SP નિર્લિપ્ત રાયને સમયસર પ્રાથમિક સારવાર મળતા હાલ તબિયત સારી છે. હાલ SP નિર્લિપ્ત રાય ભયમુક્ત અને પોલીસ કોન્સ્ટેબલ જાફરાબાદ સિવિલમાં સારવાર હેઠળ દાખલ છે.

 58 ,  1