‘વાયુ’: ગર્ભવતી માતાઓનું ક્યાંક બોટ તો ક્યાંક એમ્બ્યુલન્સ મારફતે કરવામાં આવ્યું રેસ્ક્યુ

જરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે કે વાયુ વાવાઝોડાની અસર ઓછી થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવનારુ આ વાવાઝોડું હવે દિશા બદલીને ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. રાજ્યમાં પ્રસરેલી ભયજનક સ્થિતિમાં પણ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાંથી સારા સમાચાર આવી રહ્યાં છે.

હવામાન વિભાગના મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાયુ વાવાઝોડાના કારણે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોમાં બપોરે 135થી 160 કિમીની ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં સગર્ભાને પ્રસવ પીડા ઉપડતા એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, પીપાવાવ મરિન અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

શિયાળબેટ ગામ દરિયામાં આવેલા ટાપુ પર આવેલું હોવાથી સગર્ભાને બોટ મારફતે સલામત રીતે દરિયાકાંઠે લાવવવામાં આવી હતી. ત્યાર બાદ સગર્ભાને 108 મારફતે રાજુલા હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જ્યાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. હાલ નવજાત બાળકી અને મહિલાની તબિયત એકદમ સ્વસ્થ છે.

ઇમરજન્સીમાં જૂનાગઢ જિલ્લાનાં માલિયા વિસ્તારમાં એક મહિલાની પ્રસૂતી 108ની એમ્બ્યુલન્સમાં કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે હાલ માતા અને બાળકની તબિયત સારી છે.

આ ઊપરાંત અમરેલીમાં પણ સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રીમેચ્યોર પ્રસૂતી દર્દ ઉપડતા પ્રસૂતી કરવાની જરૂર પડી હતી. મહિલાને દર્દ ઉપડતા એનડીઆરએફની ટીમે ભારે જહેમત ઉઠાવીને બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવી હતી. આ મહિલાને પ્રસૂતી માટે NICUમાં લઇ જવામાં આવી છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી