અમદાવાદમાં આજથી શરુ થશે એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા..

કોરોના કાળમાં એક તરફ બધું જ બંધ થઇ ગયું હતું .પરિસ્થિતિ ખુબ જ વણસેલી હતી .આવામાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે .આજથી અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે.

સમગ્ર વિગતોમાં ,ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરવા તેમજ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં કોરોના ગાઈડલાઈનનું કડક પાલન, રાત્રી કર્ફ્યૂ, મીની લોકડાઉન જેવા મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જો કે, રાજ્યમાં ફરી કોરોના કેસમાં ઘટાડો નોંધાતા સરકાર દ્વારા લોકોને થોડી રાહત આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ,ગત માર્ચ મહિનામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો હતો અને આ સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે હાલ કોરોના કેસમાં સતત ઘટાડો થતા સોમવારથી અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 મહિનાથી બંધ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે.

વધુમાં ,બધા ટર્મિનલ પર માસ્ક ફરજિયાત રહેશે. બસમાં મુસાફરો વધે તો લોકોને માહિતી આપવામાં આવશે . સોમવારેથી હાલ જે બસની કુલ સંખ્યા છે તેની 50 ટકા બસ તમામ રૂટ પર શરૂ થશે. બસ સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ, કોઈ કર્મચારી જો થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો રૂપિયા 200 નો દંડ વસુલવામાં આવશે.

આમ ,હાલ તો લોકોની જરૂરિયાતને પહોંચી વળવા આ પગલાં લેવામાં આવ્યા છે .

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર