અમૂલ ડેરીમાં રામસિંહ પરમારની પેનલનો વિજય, ભાજપની હાર

 અમૂલ ડેરી ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોની કારમી હાર 

અમૂલ ડેરીના નિયામક મંડળની શનિવારે યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર તરફી પેનલનો વિજય થયો છે. ભાજપના તમામ ઉમેદવારોની કારમી હાર થઈ છે.

કુલ બાર બ્લોકની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર તરફી પેનલનો ભવ્ય વિજય થયો છે. ભાજપના તમામ ઉમેદવારોની ચૂંટણીમાં કારમી હાર થતાં સોપો પડી ગયો છે. ખંભાત બેઠક પર સીતાબેન પરમારની જીત, આંણદ બેઠક પર કોંગ્રેસ MLA કાંતિ સોઢા વિજેતા, ઉમરેઠના MLA ગોવિંદ પરમારની હાર, બાલાસિનોરમાં પૂર્વ MLA રાજેશ પાઠક વિજેતા, માતરમાં કોંગ્રેસના સંજય પટેલની જીત અને BJP MLA કેસરીસિંહ સોલંકીની હાર થઈ હોવાનું સામે આવ્યું છે.

કોરોના મહામારી વચ્ચે અમૂલની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હાલના ચેરમેન રામસિંહ પરમારની પેનલ ફરીથી સત્તા પર આવી છે. મીડિયા સાથે વાતચીતમાં તેઓએ કહ્યું કે, આગામી સમયમાં અમૂલ ડૅશ હજાર કરોડના ટર્નઓવર સુધી લઇ જવાની અને કોલકાત્તામાં આવેલ જમીન પર ડેવલપમેન્ટ કરવામાં આવનારા છે. સાથે સાથે રાજ્ય સરકાર, સ્થાનિક અધિકારી મતદારોનો મને જીતવવા બદલ આભાર છે. 

અમૂલ ડેરીના નિયામક મંડળની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં 99.91 ટકા મતદાન થયું હતું. એમાં આણંદ, ખંભાત, પેટલાદ, બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, માતર અને વિરપુર બેઠક પર 100 ટકા મતદાન થયું હતું, જ્યારે બોરસદ બેઠક પર 9894 ટકા, મહેમદાવાદ બેઠક પર 98.98 ટકા અને નડિયાદ બેઠક પર 99.01 ટકા મતદાન થયું હતું. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના કુલ 1049 પૈકી 1046 મતદાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

 201 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર