September 25, 2020
September 25, 2020

આજે અમુલની ચૂંટણી, 11 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં, મતદાનને લઇ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ રહી છે. મતદાનની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈ બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. આ વખતે 11 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણીને લઇ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાની 1214 જેટલી મંડળીના સભ્યો મતદાનમાં ભાગ લેશે. 

હાલમાં ચેરમેન રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેકટર તરીકે બિનહરિફ થયા છે એટલે 14 બેઠક માટે ચૂંટણી, જેમાં આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર, મહેમદાવાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠક સહિતના નેતાઓ મેદાનમાં છે. આ માટે આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, વીરપુર, બાલાસિનોર, ઠાસરા, નડિઆદ, કપડવંજ, કઠલાલ, માતર, મહેમદાવાદના મતદારો મતદાન કરવાના છે. આજે કોરનાની ગાઇડલાઇન પ્રમાણે ચૂંટણીની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

12 બેઠકો પૈકી એક બેઠક બીનહરિફ થતાં આજે શનિવારે 11 બેઠકો માટે 31 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આણંદ બેઠક પર સૌથી વધુ પાંચ ઉમેદવારો બેઠકમાં છે. જેમાં કોગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમાર અને ભાજપમાંથી ગોવિંદ પરમાર મેદાને છે. આ ઉપરાંત ભારતીય કિસાન યુનિયનના નટરવરસિંહ ચૌહાણ પણ ચુંટણી લડી રહ્યાં છે. જેમાં ગોપાલ પુરામાંથી શિવાભાઈ પરમાર મેદાનમાં છે. પરંતુ કોગ્રેસમાંથી ખાંધલીના સરપંચ ભરત સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે.

કઠલાલ બેઠક પર કોગ્રેસમાંથી ઘેલાભાઈ ઝાલા, અને ત્રણ અન્ય ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે મહેમદાવાદ, વિરપુર, ખંભાત, અને માતર બેઠક પર ત્રી-પાંખીયો જંગ ખેલાયો છે. જ્યારે પેટલાદ,બાલાશિનોર, કપડવંજ, નડિયાદ, બેઠક પર બે ઉમેદવાર વચ્ચે જંગ ખેલાયો.

આણંદ બુથ કુલ મતદાર 107, ખંભાત કુલ 98,બોરસદ કુલ 94, બાલાસિનોર કુલ 86, કઠલાલ કુલ 98, કપડવંજ કુલ 98, મહેમદાવાદ કુલ 100 માતર કુલ 88, નડીયાદ કુલ 101, વિરપુર કુલ 88 સહિત 1049 મતદારો સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદાન કરી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવી દેવાઈ છે

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર