“અટર્લી…બટર્લી….દૂધ કા ભાવ બઢલી….કહાં જાકે અટકલી..? ”

અમૂલ કા મહંગા દૂધ….પીતા હે ઇન્ડિયા…!

અમૂલને કોણ રોકે…કોણ ટોકે…બઢાયે જાઓ…

અમૂલનું ટર્ન ઓવર અધધ..50 હજાર કરોડનું છે…!

અમૂલે ક્યારેય કહ્યું કે કેટલો નફો થયો..?

ગયા વર્ષે સરકારે 150 કરોડની સહાય કરી અમૂલને..

ક્રિકેટની સ્પોન્સરશીપ બંધ કરે ને તો કરોડો રૂપિયા બચે..

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

નેટડાકિયા ન્યૂઝ પોર્ટલ પર 14 ઓક્ટોબર 2020ના રોજ એક રસપ્રદ લેખ રજૂ થયો હતો. અમૂલને ગુજરાત સરકારે દૂધના પાવડરના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી જતાં નફાકારક અમૂલને નુકશાન ના થાય તે માટે 150 કરોડની સહાય પ્રજાની તિજોરીમાંથી આપી હતી. રાષ્ટ્રીય સ્તરના નેટડાકિયા ન્યૂઝ પોર્ટલ પર “50 હજાર કરોડનો ધંધો કરનાર અમૂલને સરકારે 150 કરોડની સહાય આપી દીધી….! “ એ શિર્ષકથી મૂકાયેલા લેખમાં સરકારને વિનંતી કરવામાં આવી હતી કે, સરકાર માઇબાપ, અમૂલ દૂધના ભાવ વધારે તો અમ ગરીબોને પણ એવી જ સહાય કરશો ને…? પહેલા સુમૂલ અને પછી અમૂલે પણ કોરોનાથી પિડાતી…મોંઘવારીમાં પિસાતી… બાપડી પ્રજાની હાડમારીની ચિંતા કર્યા વગર ક્રિકેટ ટીમને સ્પોન્સરશીપની જાણે કે ચિંતા હોય તેમ વપરાશકારોને ઠેંગો બતાવીને લે લેતો જા…એમ કહીને દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો ઝીંકી નાંખ્યો… શું સરદાર પટેલે આના માટે અમૂલની સ્થાપના કરી હતી…?

કોરોના કાળમાં મોંઘવારી, પેટ્રોલ અને ડિઝલના વધતાં જતાં ભાવ , રાંધણ ગેસનો બાટલાનો ભાવ 350થી 816 સુધી પહોંચી ગયો, ધંધો રોજગાર હજુ હાલક ડોલક છે, અમ્યુકોએ તેમાં વળી દુકાનો સીલ કરી છે, ત્રીજી લહેરનો ડર સરકાર સહિત સૌને સતાવી રહ્યો છે તેવા સમયે અમૂલે લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. હરિ..હરિ..અમૂલને ગમ્યુ તે ખરૂ…! અમૂલે ખાનગીમાં સત્તાધીશોને વિશ્વાસમાં લઇને ભાવ વધારો કર્યો હશે. જાહેરમાં એમ કહેશે- અમૂલ એટલે સહકારી મંડળી..તેમાં સરકારની દખલગીરી ના થાય….એમ કહીને હાથ અધ્ધર…! અમૂલ કંપની દૂધના ભાવ વધારે ત્યારે સરકાર તેને કોઇ ઠેસ અને ઠપકો ના આપે..કારણ ? શું અમૂલ માનીતી છે…સરકારના કામ કરી આપે છે…? એ સવાલોના જવાબ અમૂલના મેનેજર સોઢીની પાસે હશે પણ ભાવ વધારા સિવાય બીજુ કાંઇ બોલે તો એ સોઢી નહીં..દ. આફ્રિકાની .ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવી હોય તો ફટ ફટ બોલે..પણ ભાવ વધારો કેમ…? તો કહે પશુઓનો ઘાસચારો મોંઘો થઇ ગયો…પશુપાલકોને ફેટમાં ભાવ વધારી આપ્યા એટલે….!!

ચાલો માલામાલ અમૂલ ડેરીના વહીવટ પર એક નજર…

રાજ્ય સરકારે, 14, ઓક્ટોબર, 2020ના રોજ જાણીતી અમૂલ ડેરીને 150 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. થયું એવું કે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરના ભાવ ઘટી ગયા..ઓછા ભાવે નિકાસ કરે તો અમૂલને નુકશાન થાય અને અમૂલને નુકશાન થાય તો ડેરી સંઘોને નુકશાન થાય અને છેવટે દૂધ પૂરુ પાડનાર 36 લાખ પશુપાલકોને સહન કરવુ પડે. અમૂલ ડેરી અને અન્ય જિલ્લા ડેરી સંઘોની રજૂઆતના પગલે સરકારે જાહેર કર્યું કે સરકાર અમૂલ ડેરીને દૂધના પાવડરની નિકાસમાં પ્રતિ કિલોએ 50 રૂપિયાની સહાય કરશે. 150 કરોડની મર્યાદામાં આ સહાય અપાશે. એટલે કે સરકાર પ્રજાની તિજોરીમાંથી 150 કરોડ એ અમૂલને આપશે. અમૂલને છાશવારે દૂધના ભાવમાં વધારો કરવાની ટેવ પડી ગઇ છે. હાં, ટેવ પડી ગઇ .અને એ ટેવ હવે કૂટેવ બની રહી છે…

અમૂલ ડેરીના કારોબાર અંગે ગૂગલબાબા કહે છે કે કુલ કારોબાર 52 હજાર કરોડ પર પહોંચી ગયો છે અને 2024-25 સુધીમાં 1 લાખ કરોડના કારોબારનો લક્ષ્યાંક છે. 31 ઓક્ટોબરના રોજ સરદાર જયંતીએ અમૂલને 75 વર્ષ પૂરા થઇ રહ્યાં છે. જો કે તે દિવસથી દૂધના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય વપરાશકારોને રાહત આપવામાં આવશે… એવી કોઇ આશા રાખી શકાય કે કેમ એ તો અંમૂલના સંચાલકો જ જાણે.

ગૂગલબાબા કહે છે કે 2019-20માં એકલા અંમૂલનો કારોબાર અંદાજે 38 હજાર કરોડનો છે. પશુપાલકોને એટલે કે જેઓ અમૂલને દૂધ આપે છે તેમને પ્રતિ કિલોફેટ 765 રૂપિયા આપવામાં આવે છે. પીએમ રાહત પેકેજ હેઠળ ડેરી સેક્ટરને 15 હજાર કરોડની સહાય મળવાની છે. દેખીતી રીતે જ તેમાં સૌથી મોટો હિસ્સો અમૂલને જ મળશે.

અમૂલ હવે એક કોર્પોરેટ કંપની બની રહી છે. સહકારી પ્રવૃતિ હેઠળ નફાખોરી કરે છે એમ જો કોઇ કહે તો અમૂલના સંચાલકો તરત જ તેનો ઇન્કાર કરશે અને કહેશે કે અમે તો પશુપાલકોને જ નફો આપી દઇએ છીએ, નફો અમારી વૃતિ અને પ્રવૃતિ નથી…ઓકે. માની લઇએ કે અમૂલ નફાખોરી કરતુ નથી. પણ દૂધનો ભાવ વધારે ત્યારે મોંઘવારી અને પશુપાલકોને મોંઘો ઘાસચારો ખરીદવો પડતો હોવાથી તેમને થતાં નુકશાનને સરભર કરવા સમયાંતરે એક –એક રૂપિયો વધારતા દૂધનો ભાવ કિલોના 50 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે. અમૂલ ભાવ વધારે એટલે બીજા વેપારીઓ પણ દૂધના ભાવ વધારે છે. પરિણામે ગુજરાતના સામાન્ય અને ગરીબ વર્ગના દૂધના છૂટક વપરાશકારોને મોંઘા ભાવે દૂધ ખરીદવુ પડે છે. લિટરે બે રૂપિયા એટલે થેલીએ એક રૂપિયો અને જેઓ રોજ એક લીટર (બે થેલી કે પાઉચ વાપરતા હોય તેમના મહિને 60 રૂપિયાનો વધારો…હોટેલ સહિતના ધંધાદારીઓ કે જેમનો દૂધનો વપરાશ વધારે હોય તેમના પર 60 રૂપિયા કરતાં વધારાનો બોજ પડ્યો હશે..

અમૂલના સંચાલકો ઘરગૃહસ્થી વાળા નહી જ હોય એટલે તેમને ખબર જ નથી કે મોંઘવારી કેટલી વધી છે….! અમૂલ કહે છે- અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા… પણ ઇન્ડિયા અમૂલની દાદાગીરી અને ઇજારાશાહીને કારણે “ મહંગા દૂધ પીતા હૈ ઇન્ડિયા….” “અટર્લી…બટર્લી….દૂધ કા ભાવ બઢલી….કહાં જાકે અટકલી..”.એમ કોણ કહેશે એમને…? દૂધના ભાવ વધારીને એમાંથી દર વર્ષે કરોડો રૂપિયા સ્પોન્સરશીપ વિજ્ઞાપન પાછળ ખર્ચનાર અમૂલ કેટલાક માટે કમાઉ દિકરો હશે એટલે અમૂલ ગમે તેટલા ભાવ વધારે..તો પણ કોઇ વઢે નહીં…કોઇ લડે નહીં…કેમ કે લોકો બુમો પાડી પાડીને રહી જશે…!!

જેમ અમૂલના સત્તાવાળાઓ ડેરીમાં દૂધ આપતા પશુઓના ઘાસચારાના ભાવ વધારાને પહોંચી વળવા પશુપાલકોને દૂધનો ભાવ વધારો આપે છે, તો સમગ્ર દેશમાં દૂધના જે મુખ્ય દૂધ વપરાશકારો એટલે કરોડો ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ છે તેમને દૂધના ભાવમાં રાહત મળવી જોઇએ કે નહીં…? સોઢીજી…ઓ ય મેં કૈંદા ભાઇ, સવાલ તો બણતા હૈજી…

ગુજરાતમાં દૂધની કેટલી ખપત છે તેનો અંદાજ અમૂલના સંચાલકોને હશે જ. જ્યારે જ્યારે દૂધમાં ભાવ વધારો કરવાની ફરજ અને જરૂર પડે ત્યારે રાજ્ય સરકાર એવું ના કરે કે લિટરે જે બે રૂપિયોનો ભાવ વધાર્યા છે એ સરકાર, પશુપાલકો માટે અમૂલને સહાય આપે છે ( જેમ કે 50 હજાર કરોડના ટર્ન ઓવર વાળા અમૂલને નોનરિફંડેબલ 150 કરોડ આપ્યા ) એમ રાજ્યના લાખો દૂધ વપરાશકારો એટલે કે ગરીબો વતી અમૂલ ડેરીને આપીને એમ ના કહી શકે કે જો જો હોં ભાવ-વાવ કાં ઇ વધારતા નહીં આ લો 200 કરોડની સહાય એમ કહીને ના આપી શકે….? કબૂલ કે 150 કરોડની સહાય એક જ વખત છે. પણ ગરીબોને એટલે રાશનકાર્ડધારકોને અથવા એવી કોઈ સીસ્ટમ બનાવવામાં આવે કે જરૂરીયાતવાળાને જુના ભાવે અથવા રાહતના દરે સસ્તા ભાવે દૂધ મળે…?

રાજ્ય સરકારને માલુમં હશે જ કે અમૂલ અઢળક અને મબલખ નફો કરે છે. અમૂલ એક એવી બ્રાન્ડ બની ગઇ છે કે જો તે ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવાનું બંધ કરે અને જાહેરખબરના બજેટમાં ઘટાડો કરે તો દૂધના ભાવમાં વધારો જ કરવો ના પડે…!!. જે અમૂલ કંપની( રીપીટ કંપની, કેમ કે અમૂલને હવે કંપની તરીકે ઓળખવામાં આવે છે, સહકારી મંડળી નહીં..)નું ટર્નઓવર એટલે કે કુલ કારોબાર 50 હજાર કરોડનું હોય તો નફાનું પ્રમાણ કેટલુ ..? 10 ટકા નફા પ્રમાણે 5 હજાર કરોડ થાય. 5 ટકા hdjceCs ગણીએ તો પણ 2500 કરોડ થાય…. કદાજ અમૂલવાળા કહેશે કે ના..ના..એટલો નફો નથી તો અમૂલવાળા જાહેર કરે કે તેને વર્ષે કેટલો નફો મળે છે અને પશુપાલકોને આપ્યા બાદ કેટલા વધે છે. હિસાબ ચોખ્ખો છે….

અમૂલ હવે માત્ર દૂધનો જ ધંધો નહીં પણ અન્ય ઘણી પ્રોડક્ટ વેચે છે. જેની કમાણી ખૂબ થાય છે એના ભાવ વધારીને દૂધનો ભાવ વધારો ટાળી ના શકે..? . અમૂલે ક્યારેય તેમની વાર્ષિક સામાન્ય સભામાં એમ કહ્યું કે આ વર્ષે અમે આટલા કરોડનો નફો કર્યો…? શું બધુ જ પશુપાલકોને આપી દેવામાં આવે છે…?! જો ખરેખર એવુ જ હોય તો અમૂલમાં દૂધ ભરનારા તમામ પશુપાલકો માલામાલ લાખોપતિ હશે…?

અમૂલને કોઇ કહેનાર, કોઇ ટોકનાર કોઇ નથી. મનફાવે તેમ ભાવ વધાર્યા કરે અને લોકો પર ભારણ વધ્યા કરે છતાં પ્રજા માટે એક શબ્દ પણ કોઇ ના બોલે અને . પશુપાલકો માટે 150 કરોડની જંગી રકમ સરકારે અમૂલને આપતાં પહેલા લોકોને એમ પૂછ્યું ખરૂ કે હે, ગુજુજન…. અમૂલ અઢળક નફો કરે છે તો તમારી તિજોરીમાંથી 150 કરોડ આપુ….?!. સરકાર ક્યાં સુધી માલામાલ અમૂલને કરોડોની સહાય આપ્યા કરશે…..? અમૂલને પણ આત્મનિર્ભર બનવા દો.. ક્રિકેટની સ્પોન્સરશીપ બંધ કરે ને તો પણ અમૂલના નફાના કરોડો રૂપિયા બચે. પણ અમૂલને કહે કોણ…?

 24 ,  1