એમી જેક્સનનો કેન્સ રેડ કાર્પેટ પર જોવા મળ્યો બર્ગન્ડી પ્રિન્સેસ લૂક, ચાહકો થયા મદહોશ

એમી જેક્સન તેના ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીત્યું

કાન્સ 2021 રેડ કાર્પેટ પર એમી જેક્સન બર્ગન્ડી બોલ ગાઉનમાં કોઈ રાજકુમારી જેવી લાગી રહી છે. તેના આ સ્ટનીંગ લૂકની ચોતરફ પ્રશંસા થઇ રહી છે.

બ્રિટનમાં જન્મેલી ભારતીય અભિનેત્રી એમી જેક્સન કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021ના ​​રેડ કાર્પેટ પર પોતાનો જલવો પાથરી રહી છે. આ વખતે ભારતીય મુળની ફિલ્મ અભિનેત્રી કેન્સમાં ગેરહાજર જોવા મળી છે, પરંતુ એમી જેક્સન તેના ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતી રહી છે.

એમી જેક્સને 74માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે બર્ગન્ડી રંગનો બોલ ગાઉન પસંદ કર્યો છે, જે તેને એક રાજકુમારી જેવો દેખાવ આપી રહ્યો છે.

એમી જેક્સને કોચર ગાઉન પહેર્યું છે, જેમાં માઇક્રો રફલ્સ છે, જેનું દરેક જગ્યાએ ડીટેલિંગ કરવામાં આવ્યું છે.

એમીના ગાઉનમાં વધુ વિગતો નિહાળીએ તો, તેમાં ફ્લોવિંગ ટ્રેઈલ, વિશાળ ફ્લોન્સી સ્કર્ટ અને ઓફ શોલ્ડર સ્ટાઈલ કોરસેટ તેની સુંદરતાને ઉજાગર કરે છે.

એમીએ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘અ ફેલિગેઝમ ટોર્નેટેટ’ ( ધ સ્ટોરી ઓફ માય વાઇફ) ના પ્રીમિયર દરમિયાન રેડ કાર્પેટ માટે આ પોશાક પસંદ કર્યો હતો.

 16 ,  1