આધેડ મહિલાના ગળામાંથી 80 વર્ષ જુના સોનાના હારની તફડંચી

12 તોલાના હારની તફડંચી થતા મણીનગર પોલીસે તપાસ આદરી

શહેરના મણીનગરના સોનલ ફ્લેટના એક બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈ આધેડ મહિલા ફ્લેટના ગેટ પાસે પહોંચ્યા હતા. ત્યારે એક બાઈક ચાલક આધેડ મહિલા પાસે આવીને તેના ગળામાં પહેરલ 12 તોલાનો 80 વર્ષ જુનો સોનાના હારની તફડંચી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે મણીનગર પોલીસે અજાણ્યા બાઈક ચાલકના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.

કાંકરીયામાં રહેતા બેલાબેન આસ્લોટ (ઉ.વ.59) મંગળવારે મણીનગર ખાતે આવેલ સોનલ ફ્લેટમાં બ્યુટી પાર્લરનું કામ કરતા એક બહેનના ઘરે તૈયાર થવા ગયા હતા. તૈયાર થઈને ફ્લેટના દરવાજાની બહાર નીકળ્યા હતા. તેઓ ત્યાં ઉભા રહ્યાં હતા ત્યારે એક અજાણ્યો બાઈક ચાલક બેલાબેનની પાસે આવ્યો હતો અને તેમના ગળામાં પહેરેલ 12 તોલાનો 80 વર્ષ જુનો હાર કે જેની હાલની કીંમત 3.50 લાખ રૂપિયા થાય છે તે ખેંચીને બેલાબેનને ધક્કો માર્યો હતો. જેથી તેઓ નીચે પટકાયા હતા. ત્યારબાદ તેમને બુમાબુમ પાડતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. જો કે, તેઓ ઉઠે તે પહેલાં બાઇક ચાલક રફુચક્કર થઈ ગયો હતો.

આ ઘટના પછી ફ્લેટના રહીશો ભેગા થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી ગઇ હતી. ત્યારબાદ બેલાબેન મણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.જ્યાં અજાણાબાઈક ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથધરી છે.

 23 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર