રાજકોટ: આંગડિયા કર્મચારીને લાફો મારી 17 લાખની લૂંટ કરી આરોપી ફરાર

શહેરમાં ઢેબર રોડ પર જુના બસ સ્ટેશન પાસે ધોળે દિવસે આંગડિયા કર્મચારીને બાઇક પર આવેલા બે શખ્સોએ પોતે પોલીસ કર્મચારી છે અને તારા થેલામાં ગેરકાયદેસરની ચીજવસ્તુઓ છે. ચેક કરવું પડશે તેમ કહી ઝાપટ મારી 17 લાખની રોકડ લૂંટી ભાગી જતાં સનસનાટી મચી ગઇ છે.

આંગડિયા કર્મચારીને તારા થેલામાં ચપ્પુ અને બીજી ગેરકાયદેસર ચીજવસ્તુઓ છે તેમ કહી પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી અને આઇકાર્ડ પણ બતાવ્યું હતું. એ પછી થેલો ચેક કરવાનું નાટક કર્યુ હતું.

મળતી માહિતી અનુસાર ઉત્તર ગુજરાતથી આજે સાડા ત્રણેક વાગ્યે રાજકોટ આવેલો કર્મચારી ઢેબર રોડ પર જુના બસ સ્ટેશન પાસે બસમાંથી ઉતરીને સોની બજાર તરફ ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પલ્સર બાઇક પર બે શખ્સ આવ્યા અને તેણે રેઇનકોટ તથા ટોપી પહેરેલા હતાં.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી