બિપિન રાવત અને 12 શહીદોના પાર્થિવ દેહને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત

CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

CDS બિપિન રાવતના મૃતદેહને તમિલનાડુથી દિલ્હી લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તામાં અકસ્માત નડ્યો હતો. જોકે અકસ્માત મોટો ન હતો, તેમ છતાં કેટલાક પોલીસકર્મીઓ ને ઈજા પહોંચી હતી.

કુન્નુર ક્રેશના શહીદોના પાર્થિવ શરીર લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે. રેજિમેન્ટલ સેન્ટરથી શહીદોના પાર્થિવ શરીરને સુલુર એરબેઝ લઈ જવાઈ રહ્યાં હતા ત્યારે કાફલામાં સામેલ એક એમ્બ્યુલન્સના ચાલાકે કાબુ ગુમાવ્યો હતો અને તે પહાડી સાથે ટકરાઈ હતી. 

પ્રાથમિક જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં જાનમાલને નુકશાનની કોઈ ખબર નથી. મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સૂલુર એરબેઝના રસ્તા મેટ્ટુપલયમની પાસે એમ્બ્યુલન્સ અકસ્માત નડ્યો હતો. શહીદોના પાર્થિવ શરીરોને સૂલુર એરબેઝથી આજે સાંજના દિલ્હી માટે એરલિફ્ટ કરવામાં આવશે. 

 165 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી