September 23, 2021
September 23, 2021

સરકાર ઝુકી : ખાનગી યુનિ.માં ગ્રાન્ટેડ કોલેજોને જોડવાની મંજૂરી આપતો સુધારો રદ્દ કરાયો

આગામી સત્રમાં આ ઠરાવ પાસ કરાશે

ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટેડ કોલેજોને જોડવાની મંજૂરી આપતો સુધારો અંતે રાજ્યપાલની મંજૂરીથી વટહુકમ બહાર પાડી રદ્દ કરવામાં આવ્યો છે. હાલ વિધાનસભા સત્ર ચાલતું ન હોવાના કારણે ખાસ ઓડનન્સ જાહેર કરવામાં આવ્યો છે. જોકે આગામી સત્રમાં આ ઠરાવ પસાર કરવામાં આવશે.

ગુજરાત સરકારે 2009માં પાસ કરેલા પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ અંતર્ગત સુધારો કરી 2011માં ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓના ટ્રસ્ટ હેઠળ ન જોડવાની જોગવાઈ દાખલ કરાઈ હતી. સરકારે તાજેતરમાં આ એક્ટમાં સુધારો કરી એમેન્ડમેન્ટ 2021 હેઠળ આ જોગવાઈઓ રદ્દ કરી હતી અને નવા સુધારા મુજબ ગ્રાન્ટેડ કોલેજોને સરકારી યુનિ.માંથી ડીએફિલિએટ કરી ખાનગી યુનિ.માં જોડવાની મંજૂરી આપી હતી.

સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાનો ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ત્યારપછી ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ યુનિ., કોલેજ પ્રોફેસર ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ આંદોલન થયું. આ આંદોલનમાં ગુજરાત યુનિ. શૈક્ષિક સંઘ પણ જોડાયું. રાજ્યના તમામ ગ્રાન્ટેડ કોલેજોમાં દેખાવો કરવામાં આવ્યા અને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી. અંતે ભારે લડાઈને પગલે સરકારે અંતે સઉદારો રદ્દ કરવો પડ્યો છે.

સરકારે ખાનગી યુનિ. એક્ટમાં કરેલા સુધારા બાદ ગણી ગ્રાન્ટેડ કોલેજો સરકારીમાંથી છુટી થઈ ખાનગી યુનિ.માં જોડાઈ ગઈ હતી. જોકે હવે સરકારે સુધારો રદ્દ કરતો વટહુકમ બહાર પાડતા અગાઉ જોડાયેલી કોલેજોને ખાનગી યુનિ.માંથી છુટી કરી ફરી સરકારી યુનિ.માં જોડવામાં આવશે.

 9 ,  1