viral video: ઓચિંતો રસ્તા પર થયો ડોલરોનો વરસાદ

Spilled money on I-285 in Atlanta

અમેરિકાના નોર્થ એટલાન્ટામાં હાઈવે પર એવી ઘટના બની હતી, જેની કદાચ કોઈએ કલ્પના પણ નહી કરી હોય.

હાઈવે નં. 285 પરથી ચલણી નોટો ભરેલી એક બખ્તરબંધ ટ્રક પસાર થઈ રહી હતી. જેનો દરવાજો થોડો ખુલ્લો રહી જતા અચાનક જ ટ્રકમાંથી હાઈવે પર ડોલરોનો વરસાદ થવા માંડ્યો હતો.

બસ પછી તો હાઈવે પરથી પસાર થતા બીજા વાહનોના ચાલકોએ પોતાના વાહનો ઉભા રાખીને ઉડી રહેલા ડોલર લૂંટવા માંડ્યા હતા. હાઈવે પર અફરા તફરીનો માહોલ થઈ ગયો હતો.

પોલીસ આવી ત્યાં સુધીમાં લોકો 1.75 લાખ ડોલર એટલે કે 1.20 કરોડ રુપિયા લૂંટી ચુક્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ આ લૂંટફાટનો વિડિયો પણ બનાવ્યો હતો. જે સોશ્યલ મીડિયા પર મુકાયા બાદ વાયરલ થઈ ગયો હતો.

પોલીસે હવે લોકોને લૂંટેલા પૈસા પાછા આપવાની અપીલ કરી છે. જોકે અત્યાર સુધીમાં પોલીસને માત્ર 4000 ડોલર જ લોકો પાછા આપી ગયા છે.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી