September 23, 2021
September 23, 2021

આહવા ખાતે દિવ્યાંગ બાળકોના સાધન સહાય માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો

આ કાર્યક્રમ સંદર્ભે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું

બી.આર.સી ભવન આહવા ‘આઈ.ડી. યુનિટ’ દ્વારા તાજેતરમા દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજવામા આવ્યો હતો.

આ કેમ્પમાં સાધન સહાયની જરૂરિયાત ધરાવતા ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા વાળા બાળકોનું નિદાન કરવામા આવ્યુ હતુ. એલીમકો ઉજ્જૈન કંપની દ્વારા નિદાન કર્યા બાદ જરૂરિયાત ધરાવતા બાળકોને ટ્રાઇસિકલ, વ્હીલચેર, કેલિયર્સ, બગલઘોડી વોકેટ, હિયરિંગ એઈડ જેવા ઉપકરણો આપવાનુ આયોજન કરાયુ છે.  

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના માગૅદશૅન હેઠળ આયોજિત આ કેમ્પમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે દ્વારા કાર્યક્રમ સંદર્ભે બાળકોને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. દરમિયાન જિલ્લા આઈ.ઈ.ડી કો. ઑડી. જીતેશભાઈ, જિલ્લા એ.એલ.એસ કો.ઓડી ઘનશ્યામભાઈ, તાલુકા પ્રા.શિ. અધિકારી વિજયભાઈ ગાયકવાડ, જિલ્લા એમ.આઇ.એસ પ્રવીણભાઈ, તેમજ  બ્લોક આઈ.ઈ.ડી સ્ટાફ દ્વારા આહવા તાલુકાનુ એક પણ દિવ્યાંગ બાળક, આ લાભથી વંચિત ન રહે તે રીતે આયોજન કરવામા આવ્યુ હતુ.

 15 ,  1