જમ્મુ કાશ્મીરના ઐતિહાસિક નિર્ણયને લઈને વિસનગરમાં ઉત્સાહનો માહોલ

મોદી સરકાર દ્વારા લેવાયેલા જમ્મુ કાશ્મીરના ઐતિહાસિક નિર્ણયને લઈને વિસનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે..લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.. ઠેર ઠેર આતિશબાજી કરી અને મીઠાઈઓ વહેંચીને વડાપ્રધાન અને ગૃહમંત્રીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.. જમ્મુ કાશ્મીર માંથી 370 હટાવાના નિર્ણયને વધાવી વિસનગર ભાજપ કાર્યકર્તાઓ દ્વારા આતિશબાજી કરાઈ..

વિસનગરમાં ટાવર પાસે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ તથા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને અને મિઠાઈ ખવડાવી ને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને શુભેચ્છા પાઠવી.. આ ખુશીના માહોલને માણવા વિસનગર શહેરના ત્રણ દરવાજા ટાવર ખાતે ભાજપના કાર્યકર્તાઓ  તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાના નિર્ણયને લઈને માત્ર વિસનગરમાં નહીં પણ સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ જણાઈ રહ્યો છે..

રાષ્ટ્રમાં માથાના દુખાવા સમાન ગણાતી કાશ્મીરમાં રહેલી 370ની કલમ દૂર કરવા વર્તમાન સરકારે આજે પ્રયાસ કરતા સફળતા મળી છે જેને પગલે હવે આતંકવાદ નક્સલવાદને ડામવામાં પણ સફળતા મળશે ત્યારે ભારતના હૃદય સમાન કાશ્મીરમાં ભારતનો કોઈ પણ નાગરિક મિલકત મત્તા ખરીદ વેચાણ પણ કરી શકશે તેવા  આઝાદ કાશ્મીર માટે કાયદાકીય  બદલાવ આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન વડનગરમાં ખુશીઓ ભરી ઉજવણી કરવામાં આવી છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી