September 23, 2020
September 23, 2020

દક્ષિણ ગુજરાતના બે સહકારી આગેવાનોનાં કોરોનાથી મોત થતાં શોકનો માહોલ

દ.ગુજરાતના બે સહકારી અગ્રણી દિલિપભાઈ ભક્ત અને જગુભાઈ પટેલનું કોરોનાથી મોત

સુરત ડિસ્ટ્રીકટ બેન્ક તેમજ મઢી સુગર ફેકટરીïના માજી પ્રમુખ દિલીપભાઈ ભક્તનું અને બારડોલી નાગરિક બેન્કના ડિરેકટર જગુભાઈ પટેલનું કોરોનામાં મોત થતા સહકારી અને સામાજિક ક્ષેત્રમાં શોકનો માહોલ છવાયો છે.

સુરત શહેરમાં આજ દિન સુધીમાં 12,345 પોઝિટિવ કેસમાં 534ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં આજ દિન સુધી 3017 પૈકી 134 વ્યક્તિના મોત થયા છે. સુરત શહેર-જિલ્લામાં કુલ 15,362 કેસમાં 668ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 9094 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 2326 દર્દી સાજા થયા છે. સિટી-ગ્રામ્યમાં કુલ 11,457 દર્દીઓ સાજા થઇ ગયા છે.

સુરત શહેર અને જીલ્લામાં કોરોનાના કેસોને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં સરેરાશ રોજના 200થી વધુ કેસો સુરતમાં નોંધાઇ રહ્યા છે. છેલ્લાં 10 દિવસથી રાંદેર અને અઠવા ઝોન કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યુ હોય તેવું લાગી રહ્યુ છે. કોરોના વાયરસની સ્થિતી કંઈ રીતે કાબુમાં લેવાઇ તે અંગે તમામ પગલાઓ તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. લોકો પણ સાવચેત થઇ તકેદારીના તમામ પગલા લઇ રહ્યા છે.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર