નિરમા કેમિકલ્સમાં બકેટ તૂટતા એક કર્મચારીનું મોત, 4 ઘાયલ

માત્ર એક જ મહીનામાં ઘટી ત્રીજી દુર્ઘટના

પોરબંદરની જાણીતી કંપની નિરમા કેમિકલ્સમાં ફરી એક વાર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. જેમાં બકેટ તૂટી પડતા 1 કામદારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે તો ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. બકેટ તૂટતા જ કુલ પાંચ કામદારો બકેટ નીચે દબાઇ ગયા હતાં. જેમાંથી ચાર કામદારોને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે 1 કામદારનું મોત નિપજ્યું હતું. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે માત્ર એક જ મહિનામાં કુલ ત્રણ ઘટનામાં ત્રણ કામદારોના મોત થયાનું સામે આવ્યું છે. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

એક મહિનામાં 3 કામદારના મોત થયા

નિરમા કેમિકલ્સમા છેલ્લા દોઢ મહિનામાં અકસ્માતના ત્રણ બનાવો બન્યા છે. જેમાં કુલ ત્રણ મોત નિપજ્યા છે. દસ દિવસ પહેલા પોરબંદરની નિરમા ફેકટરીમાં એક કામદાર પાઇપ ફિટિંગનું કામ કરતા હતા તે દરમ્યાન લોખંડનો પાઇપ માથે પડતા આ કામદારનું મોત થયું હતું. આ પહેલા 17 સપ્ટેમ્બરના રોજ નિરમા ફેકટરીમાં લોખંડનું સ્ટ્રેકર તૂટતા ઓઘડ લખુભાઈ જમોડ નામના કામદારનું મોત થયું હતું. આમ એક મહિનાના ગાળામાં કુલ 3 કામદારના મોત થતા કંપની સામે પણ સવાલ ઉભા થયા છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી