જસ્મિન દવે દ્વારા રચાયેલા ચિત્રોનું પ્રદર્શન

અમદાવાદમાં કલાકાર જસ્મિન દવે દ્વારા રચાયેલા ચિત્રોનું પ્રદર્શન ગુજરાત યુનિવર્સીટી નજીક આવેલી અમદાવાદની ગુફામાં યોજાયું છે. આ એક્ઝિબિશનનું ઉદઘાટન જાણીતા ચિત્રકાર નટુભાઈ મિસ્ત્રીએ કહ્યું હતું આ એક્ઝિબિશનમાં જસ્મીનભાઈએ નેચરને એક અનોખી રીતે એક્રેલીક રંગની મદદથી કેનવાસ અને પેપર પર ઉતાર્યું છે.

જેમાં એક થીમ જોઈએ તો પંચમહાભૂતમાંથી જેમ તમામ વસ્તુઓ બનતી હોય છે તેમ શરીર પણ આ જ તત્વોનુ બનેલુ છે. મનુષ્ય પણ આ પરમ તત્વની સાથે જોડાયેલો છે એ જ નજર અને એ જ વાતાવરણ તેમના ચિત્રોમાં જોવા મળી રહ્યું છે.

જેમ શરીર પાંચ તત્વોનું બનેલું છે તેમ તેને પણ ફ્રેમમા બાંધવાને બદલે તેના પ્રેમમાં બંધાઈને તેમણે પીંછીથી કંડારીને તમારી સામે મૂક્યું છે. શરીરના મૂલાધારથી સહસ્ત્રાર સુધીની યોગની સાત ચક્રોની યાત્રા પણ આ એક્ઝિબિશનમાં ઉડીને આખે વળગે છે. જસ્મીનભાઈ ને 2017માં ગંગધારા ટાઇટલ અને રાજ્ય સરકારના લલિતકલા એવોર્ડ પણ મળ્યો છે.

થોડા સમય અગાઉ ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા અમદાવાદના કલાકારોનું સન્માન કર્યું હતું તેમાં જસ્મીન ભાઈનું બહુમાન કરાયું હતું અને તાજેતરમાં 2019 ના રોજ સોમનાથ ખાતે અન્ય કલાકારો સાથે સોમનાથ દાદાની નિશ્રામાં ચિત્રોનુ સર્જન પણ કર્યું હતું.

કલાગુણ તેમજ કળાની સાચી સમજ લલિત કલાના અનેક છુપા કલાકારોમાં ધરબાયેલી પડેલી જ હોય છે. વ્યવસાય કે નોકરીની જવાબદારીઓ વચ્ચે સમયના અભાવે ક્લાસર્જનમા ઘણીવાર ઓટ આવતી હોય, એમ છતાં અંદરનો ઘૂઘવાટ તેને કંઈક કરી છૂટવા પ્રેરણા આપતો જ રહેતો હોય છે.

માહિતી ખાતાના પ્રકાશનમાં તેમજ અન્ય પ્રોજેકટમાં કલા નિર્દેશક તરીકે સેવા બજાવતા બજાવતા અંદરના કલાકારને જસ્મીન દવે એ જીવંત રાખ્યો છે. તેનું પ્રતિબિંબ મંગળવારથી શરૂ થતાં તેમના એકલ પ્રદર્શનમા પડી રહ્યુ છે. જસ્મીનભાઈ એ આ પ્રદર્શન માટે મિત્રો-સ્નેહીઓ અને પરિવારના તમામ સભ્યોનો રંગોની દુનિયામાં પાછો લાવવા બદલ, સતત પ્રોત્સાહન આપવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી