September 23, 2021
September 23, 2021

Modi Cabinet : કિસાનો, ટેલિકોમક્ષેત્ર સહિતના મુદ્દે લેવાશે મહત્વના નિર્ણય

Vodafone-Ideaને મળી શકે છે ગુડ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં ઘઉં અને અન્ય પાકો પર એમએસપી વધારવાને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે. પીએમ મોદીના આવાસ પર યોજાનારી બેઠકમાં ટેલિકોમ અને ટેક્સટાઇલ સેક્ટર માટે રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

દેવાના ડુંગર તળિયે દબાયેલા ટેલિકોમ સેક્ટર માટે ટુંક સમયમાં સરકાર દ્વારા રાહતના સમાચાર આવી શકે છે. કેબિનેટ બેઠકમાં સરકાર ટેલિકોમ સેક્ટરની ભલામણો માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

જો સરકાર રાહત પેકેજની જાહેરાત કરશે તો ખાસ કરીને વોડાફોન આઈડિયાને વધુ ફાયદો થશે. જણાવી દઇએ, વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ફંડ મેળવવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહ્યા છે. કામકાજ ચાલુ રાખવા માટે પણ તેની પાસ પૂરતા રૂપિયા નથી. તેણે સરકારને એજીઆરની મોટી રકમ ચૂકવવાની છે. 31 ઓગસ્ટ, 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરનું વિલનીકરણ થયું હતું. ત્યારથી આ કંપની સતત ખોટમાં છે. તેના પર 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

મહત્વનું છે કે કિસાનોનું 9 મહિના કરતા વધુ સમયથી દિલ્હીની સરહદો પર આંદોલન ચાલી રહ્યું છે. એટલું જ નહીં હાલમાં કિસાન સંગઠનોએ પોતાના આંદોલનને ઉગ્ર બનાવ્યું છે. આજે કિસાન સંગઠનોએ હરિયાણાના કરનાલમાં મહાપંચાયત બાદ મિની સચિવાલય સુધી માર્ચ કાઢી હતી.

ત્યારબાદ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરી કહ્યુ- અમે કિસાન સાથીઓ સહિત લઘુ સચિવાલય કરનાલ પહોંચી ચુક્યા છીએ, પોલીસે અટકાયત જરૂર કરી હતી પરંતુ યુવાનોના જોશની આગળ પોલીસે તેમને છોડવા પડ્યા. કિસાન સાથીઓની સાથે સચિવાલય પર ઉપસ્થિત છું લડાઈ જારી રહેશે.

મહત્વનું છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંપણ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કિસાન નેતાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી હતી. કિસાન સંગઠનોનું કહેવું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કૃષિ કાયદા પરત લેવા માટે દબાવ બનાવવામાં આવશે. ભાજપ વિરુદ્ધ મોટી સભાઓનું આયોજન કરવામાં આવશે. આંદોલનકારી કિસાન ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે સરકાર ત્રણ કૃષિ કાયદાને પરત લે અને એમએસપી પર કાયદો બનાવે.

 45 ,  2