કોરોના મહામારીને લઇ AMCનો મહત્વનો નિર્ણય, 108 એમ્બ્યુલન્સ વિના દર્દીઓને એડમીટ કરાશે

  • કોરોના મહામારીને લઇ AMCનો મહત્વનો નિર્ણય
  •  108 એમ્બ્યુલન્સ વિના દર્દીઓને એડમીટ કરાશે્
  •  અત્યાર સુધી 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને એડમીટ કરાતા હતા

હવેથી હોસ્પિટલો બહારની 108 એમ્બ્યુલન્સની લાઈનો ઘટી જશે. હાઈકોર્ટની ઝાટકણી બાદ AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં અવ્યો છે અને  108 એમ્બ્યુલન્સ વિના દર્દીઓને એડમીટ કરાશે્. અત્યાર સુધી 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને એડમીટ કરાતા હતા

બેઠક બાદ નિર્ણય લેવાયો
ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હતા. ગુજરાત હાઈકોર્ટે આ બાબતે ગંભીર નોંધ લઈ સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડો. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની મળેલી બેઠક કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા.

અધિકારીઓની બેઠકમાં લેવાયેલા નિર્ણય

  • કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય, ખાનગી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે.
  • 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે. બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે.
  • ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે.
  • કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે. 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે. જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે.
  • કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી
  • કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે.
  • દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિસ્પ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે.
  • કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે.
  • 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે.
  • કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGEની સુવિધા પૂરી પાડવાની રહેશે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર