NEET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓને મોટી રાહત

NEET-UGની પરીક્ષાને લઈને સુપ્રીમનો મોટો ચુકાદો

12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ નહીં થાય 

સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. પરીક્ષા રદની અરજી ફગાવી હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થશે.

NEET UG 2021 ને રદ કરવાની માંગ કરતી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ મામલાની સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, ” જેમાં 7.5 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય તે પરીક્ષા રદ ન થઈ શકે. આ પરીક્ષા સ્થાનિક સ્તરે નહીં પણ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી હતી.” વધુમાં બેન્ચે જણાવ્યું હતું કે, “નકલી ઉમેદવારોને સામેલ કરવા અને પેપરો લીક કરવાની કથિત ઘટનાઓ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડી શકે નહીં.”

ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઇની ખંડપીઠે જણાવ્યું હતું કે “આ પરીક્ષામાં ઉપસ્થિત થયેલા લાખો વિદ્યાર્થીઓ માટે પેપર લીકની ઘટનાઓ નુકશાન પહોંચાડી શકે નહિ,તે માટે અરજી કરનારને હિંમતવાન ગણાવ્યો હતો”

સુપ્રીમે NEET-UGની પરીક્ષા રદ કરવાનો ઈન્કાર કર્યો હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થઈ શકે છે. ૭.૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તે પરીક્ષામાં કોર્ટ દખલ કરવાની નથી. પાંચ એફઆઈઆરના આધારે પરીક્ષા રદ કરી શકાતી નથી. જોકે કોર્ટે શરૂઆતમાં 5 લાખ રૂપિયાનો દંડ માંગ્યો હતો, પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

ખંડપીઠે કહ્યું કે અમે આદેશમાં કહીશું કે દંડની રકમ વકીલ પાસેથી વસૂલ થવી જોઈએ જેમણે અરજીની સલાહ આપી છે. હકીકતમાં અરજી પર કાગળ લીક અને ગેરવર્તણૂકનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજીની પેન્ડન્સી દરમિયાન પરિણામોની ઘોષણા પર રોક મૂકવા અને પછી નવી નીટ પરીક્ષા લેવા જણાવ્યું છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી