અર્થતંત્રને વેગ આપવા આજે નિર્મલા સીતારમણની મહત્વપૂર્ણ બેઠક

રાજ્યોના મુખ્યમંત્રી અને નાણામંત્રી રહેશે હાજર

કોરોનાના કેસો ઓછા થતા જ દેશમાં આર્થિક ગતિવિધિઓ ઝડપથી પાટા પર આવી રહી છે. ઇકોનોમીની વર્તમાન રફ્તારને વધુ વેગ આપવા માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વિદેશી રોકાણના મોરચે કેન્દ્ર સરકાર ઝડપથી કામ કરી રહી છે. આ કડીમાં હવે સોમવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાણામંત્રીઓ સામેલ હોવાનું કહેવાય છે.

હકીકતમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાણા મંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં સુધારા-લક્ષી બિઝનેસ એન્વાર્મેન્ટ બનાવવા અને રોકાણ આકર્ષિત કરવાની રીતો પર ચર્ચા કરવામાં આવશે, જેથી દેશના વિકાસને વેગ મળી શકે.

નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું કે 15 નવેમ્બરે યોજાનારી આ વર્ચ્યુઅલ મીટિંગમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કરાડ પણ ભાગ લેશે. ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના સચિવો, રાજ્યોના મુખ્ય સચિવો અને નાણા સચિવો પણ બેઠકમાં હાજરી આપશે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી