અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

આગામી 5 જાન્યુઆરીથી અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના સંલગ્ન સંગઠનોની ત્રિદિવસીય સમન્વય બેઠક કર્ણાવતી ડેન્ટલ કોલેજ, ઉવારસદ ખાતે 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી યોજાશે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની મહત્વપૂર્ણ સમન્વય બેઠક આગામી ૫-૭ જાન્યુઆરી વચ્ચે અમદાવાદમાં યોજાશે .આ બેઠકમાં સંઘની તમામ ભગીની સંસ્થાઓ પણ ભાગ લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર આરઆરએસ સુપ્રીમો મોહન ભાગવતના અધ્યક્ષ પદ હેઠળ યોજાનારી ત્રી -દિવસીય બેઠક ઉવારસદ સ્થિત કર્ણાવતી ડેન્ટલ કોલેજ ખાતે યોજાશે.

આ બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ ભય્યાજી જોશી અને સંઘના અખિલ ભારતીય કારોબારીના સભ્યો ભાગ લેશે.આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નદ્દા અન સંગઠન મહા સચિવ બે એલ સંતોષ પણ હાજર રહેશે. આ બેઠકમાં સમાજજીવનના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અન્ય હિંદુ સંગઠનોના પદાધિકારી પણ ઉપસ્થિત રહેશે અને વિવિધ વિષયો પર ચર્ચા કરશે.

મોહન ભાગવતના નેતૃત્વ હેઠળ યોજાનારી બેઠકમાં દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર પણ ચર્ચા કરવામાં આવશે.આ ઉપરાંત કેન્દ્ર સરકારની નીતિઓ અને વિવિધ યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ તેમજ આરએસએસના ૨૦૦થી પણ વધુ પદાધિકારીઓ ભાગ લેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષમાં બે વખત સંઘની ભગીની સંસ્થાઓ સાથે સમન્વય બેઠક યોજાય છે. જેના ભાગરૂપે વર્ષના પ્રારંભે જ ત્રિ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક 5 થી 7 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન મોદીની કર્મભૂમિ અમદાવાદમાં યોજાનાર છે

 27 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર