ઉત્તરપ્રદેશ સહિતના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે કે નહીં આજે થઈ શકે છે જાહેરાત

ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની આજે મહત્વની બેઠક

દેશમાં એક બાજુ કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના કેસોમાં અચાનાક ચિંતાજનક ઉછાળો આવ્યો છે જેનાપગલે સરકારની ચિંતા વધારી દીધી છે બીજી બાજુ આગામી વર્ષે ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઇને આજે(27 ડિસેમ્બર) મોટું એલાન થઇ શકે છે. ચૂંટણી પંચ અને અને સ્વાસ્થ્ય મંત્રાલયની મહત્વની બેઠક થવા જઇ રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે હાલની કોરોના સ્થિતિ પર ચર્ચા થશે. ચૂંટણી પંચ સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણથી કોવિડની સ્થિતિની સમિક્ષા કરશે. આ બેઠકમાં કેટલાક અધિકારીઓ પણ સામેલ થશે.

જણાવી દઇએ કે અલ્હાબાદ હાઈકોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચને કોરોનાની પરિસ્થિતિ જોઈને વિધાનસભા ચૂંટણીને હાલ ટાળવાની અપીલ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી પંચે આગામી અઠવાડિયે ઉત્તરપ્રદેશની મુલાકાત કરી પરિસ્થિતિની સમિક્ષા લીધા બાદ કોઈ નિર્ણય કરવાની વાત કહી હતી. ચૂંટણી પંચ ચૂંટણી પહેલા તૈયારીઓની સમિક્ષા લેવા માટે પહેલા જ પંજાબ, ગોવા અને ઉત્તરાખંડનો પ્રવાસ કરી ચૂક્યા છે. મંગળવારે ઉત્તરપ્રદેશની મુલાકાત લેવાના છે.

ઉલ્લેખનીય છે કે, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુર વિધાનસભાઓનો કાર્યકાળ આગામી વર્ષે માર્ચમાં પૂર્ણ થઇ રહ્યું છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ મે મહિનામાં પૂર્ણ થશે. જણાવાઇ રહ્યું છે કે, EC પ્રચાર, મતદાનના દિવસો અને મતગણતરીની તારીખો માટે પોતાના કોરોના પ્રોટોકોલમાં સુધારાને લઇને સૂચનો પણ માંગી શકે છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી