September 19, 2021
September 19, 2021

GDPમાં વધારો એટલે ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો

માત્ર સરકારના મિત્રોને જ થઈ રહ્યો છે ફાયદો : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંઘીએ આજે ઓનલાઈન માધ્યમથી મોંઘવારી સહિતના મુદ્દે મોદી સરકારને ધેરી હતી.

કોરોના કાળમાં GDPમાં 20. 1 ટકા વુદ્ધિ થઈ છે આ સ્થિતિ વચ્ચે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, સતત વધતી મોંઘવારીને કારણે લોકોના ખિસ્સા પર સીધી અસર પડી રહી છે. ખાદ્યતેલના વધતા ભાવથી લોકો સીધી અસર પહોંચી છે. આ દરમિયાન, તેમણે કેન્દ્રની NMP(નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન) યોજના વિશે પણ વાત કરી અને આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર આ યોજના દ્વારા દેશની મિલકતો વેચવા માંગે છે.

તેમણે કહ્યું કે, એક તરફ ડીમોનેટાઈઝેશન અને બીજી બાજુ મોનેટાઈઝેશન છે. નાના ખેડૂતો, મધ્યમ વર્ગ અને ગરીબોનું ડિમોનેટાઇઝેશન થઇ રહ્યું છે જ્યારે સરકારના સરકારના ચાર-પાંચ મિત્રોને જ ફાયદો થઈ રહ્યો છે. જ્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યારે કહેતા હતા કે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે. હવે જુઓ ગેસના ભાવ અને બાકી તમામ વસ્તુઓના ભાવ આસમાને આંબી રહ્યા છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે જીડીપીનો મતલબ એટલે ગેસ, ડીઝલ અને પેટ્રોલ. જીડીપીમાં વધારો એટલે તેમની કિંમતોમાં વધારો 2014ની સરખામણીમાં LPGની કિંમત 116 ટકા વધી છે. પેટ્રોલના ભાવમાં 42 ટકા અને ડીઝલના ભાવમાં 55 ટકાનો વધારો થયો છે. સરકાર દેશની બચેલી મિલકતોને વેચીને રહી છે.

 70 ,  1