ચાઇનીઝ કંપની પ્રમોટર હોય તેવો આઇપીઓ આવી શકે…? આ લોકપ્રિય વડાપ્રધાનશ્રી સાથે દગો છે, દગો..

સાફ સાફ શબ્દોમાં પ્રમોટરોના નામોમાં ફોસુન ફાર્મા-શાંઘાઇ લખેલુ જ છે….

આપણાં 20 જવાનેને વિશ્વાસઘાતથી ખૂબ ખરાબ રીતે મારી નાંખવામાં આવ્યા એ દેશની કંપનીને શા માટે પ્રમોટર બનાવવામાં આવી…?-લોકલાગણી

એ બાબત કદાજ માન. વડાપ્રધાનથી અજાણ રાખવામાં આવી હોય, એવુ બની શકે….

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

ભારતના શેર બજારમાં પણ દુનિયાના અન્ય શેરબજારોની જેમ ઉથલપાથલ મચતી હોય છે. કોઇ કંપની કે કંપનીઓના શેરોમાં વધ કે ઘટ થતી રહે છે. અમેરિકામાં યોજાયેલી ચૂંટણીઓને લઇને દુનિયાના શેરબજારોમાં અફરાતફરી જોવા મળી. લોકડાઉન બાદ હાલમાં માર્કેટ સારૂ છે એટલે નવા નવા આઇપીઓ-ઇનીશિયલ પબ્લિક ઓફર-આવી રહ્યાં છે.

આવો જ એક આઇપીઓ હૈદ્રાબાદની ફાર્મા કંપની ગલાન્ડ ફાર્મા લિ.નો બજારમાં આવ્યો છે. કંપનીનો ઇતિહાસ કેવો છે એ તો બજારના ખેલાડીઓ જાણતા જ હશે પણ આ કંપનીના પ્રમોટર તરીકે જે કંપની આગળ આવી છે અથવા જે કંપનીએ તેને પ્રમોટ કરી છે તે કંપની ફોસુન ફાર્મા કોઇ ભારતની કે અમેરિકાની નથી પણ શાંઘાઇ-ચાઇનાની છે અને તે એવા દેશની કપંની છે કે જે દેશે ભારત સાથે ફરીથી દગો કરીને ગલવાન સેક્ટરમાં આપણાં ભારતના 20 સૈનિકોને ખૂબ જ બેરહેમીથી મારી નાંખ્યા. ભારતના જાંબાઝ જવાનોએ પણ મરતા મરતા ચીનના 40 સૈનિકોને હણીને બરાબરનો બદલો લીધો અને ત્યારથી ચીન સાથે લેહ લદાખ પ્રાંતમાં ભારત અને ચાઇનીઝ સૈનિકો સામ સામે છે અને ગમે ત્યારે યુધ્ધ સર્જાય તેવી સ્થિતિનો એકરાર ખુદ ભારતના વિદેશમંત્રી જયશંકરે કર્યો છે.

ગલાન્ડ કંપનીએ આઇપીઓ માટે મિડિયામાં જે જાહેરાત આપી છે તેમાં સાફ સાફ શબ્દોમાં પ્રમોટરોના નામોમાં ફોસુન ફાર્મા-શાંઘાઇ લખેલુ જ છે. ગૂગલબાબાને ફોસુન ફાર્મા અંગે પૂછતાં તેઓ કહે છે કે તે એક ચાઇનીઝ કંપની છે. તેનું મુખ્યમથક શાંઘાઇ, ચીનમાં છે અને તેની સ્થાપના 1994માં થઇ હતી.

ભારતમાં કોર્પોરેટ કંપનીઓના આઇપીઓને મંજૂરી આપનાર એજન્સીઓ જેમ કે સેબી, કંપની મંત્રાલય કે વાણિજય મંત્રાલય દ્વારા મંજૂરી આપતી વખતે પ્રમોટર કંપનીની તપાસ-વપાસ કરવામાં આવી નહીં હોય…? અને એ તપાસમાં માલુમ નહીં પડ્યું હોય કે જે દેશ દ્વારા આપણાં 20 જવાનેને વિશ્વાસઘાતથી ખૂબ ખરાબ રીતે મારી નાંખવામાં આવ્યા અને જે દેશના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ભારતના લદાખ સેક્ટમાં પોતાના સૈનિકોને ભારત પર આક્રમણ કરવા કહ્યું છે એ દેશની કંપની ભારતની કંપની કઇ રીતે પ્રમોટર બની શકે…?

એ દુશ્મન દેશની કંપનીને ભારતની ફાર્મા કંપની શા માટે પ્રમોટર બનાવે…એવા કોઇ સવાલો ઉચ્ચ સ્તરીયે બિરાજમાન કોઇ અધિકારીના મનમાં આવ્યો નહીં હોય….?

આપણાં દેશના વડાપ્રધાનને મન આપણાં જવાનો માટે તેમના દિલમાં વિશેષ સ્થાન છે. તાજેતરમાં અમેરિકાથી ભારતના જવાનો માટે ઠંડા વિસ્તારમાં ફરજ બજાવવામાં ગરમાવો રહે તેવા આધુનિક વસ્ત્રો મંગાવવામાં આવ્યાં. આપણાં વડાપ્રધાન દર દિવાળીએ જવાનોની વચ્ચે જઇને પર્વની ઉજવણી કરીને તેમને આજદિન સુધી કોઇ વડાપ્રધાને ન આપ્યું હોય એટલુ બધુ માન સન્માન આપે છે ત્યારે,આપણાં એ 20 જવાનોની હત્યા કરનાર દેશની કંપની આપણાં દેશની ફાર્મા કંપનીના પ્રમોટર તરીકે પ્રસ્થાપિત થાય એ બાબત કદાજ માન. વડાપ્રધાનથી અજાણ રાખવામાં આવી હોય, એવુ બની શકે.

આપણાં લોકપ્રિય વડાપ્રધાન આપણાં જવાનો માટે કોઇ આડુઅવળુ બોલી જાય તો તેની ધૂળ કાઢી નાંખે છે એવા જવાનપ્રિય વડાપ્રધાનને ગલાન્ડ ફાર્માના આઇપીઓના પ્રમોટર તરીકે ચાઇનીઝ કંપનીની જાણ કરવામાં આવી નહીં હોય તે ચોક્કસ છે, કેમ કે જો તેમના ધ્યાન પર આ બાબત લાવવામાં આવી હોત આજે શેરબજારમાં ગલાન્ડ ફાર્મામો આઇપીઓ આવ્યો ન હોત….

ભારતની ગલાન્ડ કંપનીના માલિકો કે સીઇઓ કે એમડી સીએમડી વગેરે. વગેરે.ને ખ્યાલ નહીં હોય કે જે દેશે આપણાં જવાનોને હણી નાંખ્યા હોય એ દેશની ફાર્મા કપનીને શા માટે પ્રમોટર બનાવવામાં આવે….?! ગલવાન ઘટના પછી દિવાળીમાં ચાઇનીઝ પ્રોડક્ટ પર કડક પ્રતિબંધ છે, ખુદ કેન્દ્ર સરકારે કેટલીય ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે, ચાઇનાથી આયાત અટકાવી દેવામાં આવી છે અને લેહ-લદાખ સેક્ટરમાં આપણાં જવાનો ચાઇનાના સૈનિકોને ભરી પી લેવા માટે તલપાપડ છે ત્યારે એ દેશની કંપની પ્રમોટર બને…?

આઇપીઓને મંજૂરી આપનાર સત્તાવાળાઓને શું ફોસન ફાર્મા કંપની અંગે જાણકારી નહી હોય….? શા માટે આ બાબત વડાપ્રધાનથી છુપાવવામાં આવી તેનો જવાબ પીએમઓએ લેવો જોઇએ. કેમ કે સામાન્ય લોકોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી શકે તેમ છે. લોકો હવે સામાન્ય ચાઇનીઝ દિવડા ખરીદતા નથી ત્યારે ગલાન્ડ ફાર્માએ ચાઇનાની કંપની સાથે વેપાર શરૂ કર્યો …..?!

National

હેલ્લો, છે કોઇ આ ફોસુન નામની ચાઇનીઝ કંપની કેમ ભારતની કંપનીની પ્રમોટર બની કે બનાવવામાં આવી તેની તપાસના હુકમો આપી શકે…?

મોટાને મંજૂરી અને નાનાને સલાહ- ચાઇના માલનો બહિશ્કાર કરો…! માન. વડાપ્રધાનશ્રી ચોક્કસ તેની જાણકારી મેળવેશે જ…

-દિનેશ રાજપૂત

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર