અમદાવાદ : હેલ્થ સેન્ટરમાંથી કોરોના ટેસ્ટિંગની કિટ ચોરનાર MBBSનો વિદ્યાર્થી ઝડપાયો

માત્ર 10 હજાર માટે ચોરી કરી કોરોના ટેસ્ટિંગ કીટ

ઘાટલોડિયાના અર્બન હેલ્થ સેન્ટરમાંથી કોરોનાના એન્ટિજન ટેસ્ટ કરવાની કિટ ભરેલાં 16 બોક્સની ચોરી કરનાર એમબીબીએસના વિદ્યાર્થી ધરપકડ કરી છે. સેન્ટરના કર્મચારીઓએ લંચ બ્રેકમાં ટોળું વળીને જમવા બેઠા હતા ત્યારે તેમની નજર સામે જ આ વિદ્યાર્થી સેન્ટરમાં આવીને 6.27 લાખની કિંમતની કિટ્સ ભરેલાં 16 બોક્સ ચોરીને ગાડીમાં ભાગી ગયો હતો. ચોરી કરનાર વિદ્યાર્થીના પિતા મહેસાણા ઓએનજીસીમાં સીએ છે અને તે માતાપિતાનો એકનો એક દીકરો છે.

જણાવી દઈએ, ત્રણ દિવસ પહેલા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરે એક અજાણી વ્યક્તિ હેલ્થ સેન્ટરના રૂમ નંબર 9માં રાખેલી ટેસ્ટિંગ કીટના બોક્સમાં એક લાલ થેલીમાં ભરી ફરાર થઈ ગયો હતો. જો કે હેલ્થ સેન્ટર સ્ટાફે પીછો કરતા ભાગી ગયો અને ચોરી કરનાર ગાડીનો ફોટો પાડી દીધો હતો જેના આધારે પોલીસે આરોપી પકડી લીધો છે.

ધાટલોડિયા પોલીસ ગિરફતમાં રહેલ વિદ્યાર્થી મિત જેઠવાએ કોરોના ટેસ્ટિંગ કિટના 16 જેટલા બોક્સ ચોરી કરી હોવાના આરોપથી ધરપકડ કરી છે. ચોરી કરનાર વિદ્યાર્થી મિત જેઠવા એન.એચ.એલ કોલેજમાં MBBS છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. આરોપી વિદ્યાર્થી મિતે કોરોના ટેસ્ટીગ કીટ ચોરી કરી એક મિત્રને આપી છે. જેની પાસેથી 10 હજાર રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચોરી કરેલ કોરોના ટેસ્ટિંગ કીટ લેનાર MBA પૂર્ણ કરી માર્કેટીંગ કંપનીમાં નોકરી કરનાર છે. જેની પોલીસ શોધખોળ શરૂ કરી છે.

પકડાયેલ વિદ્યાર્થી મિતની પૂછપરછમાં મિત્રને કોરોના ટેસ્ટિંગ કીટ જોઈતી હોવાથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપી મિત અર્બન હેલ્થ સેન્ટરમાં અગાઉ કોરોના ટેસ્ટિંગ કેમ્પમાં જોડાયો હતો. જેથી અહીં કોરોના ટેસ્ટિંગ કીટ જથ્થો હાજર હોવાનું જાણમાં હોવાથી ચોરી કરી હતી. હાલ કોરોના ટેસ્ટિંગ કીટની ચોરી કરવા પાછળનું અન્ય કયું કારણ છે જે કીટ ખરીદનાર પકડી પાડ્યા બાદ હકકિત બહાર આવી શકે છે.

 35 ,  1