સુરત : બેકાબૂ ખાનગી બસ ડિવાઈડર પર સૂતેલા પર ફરી વળી, એકનું ઘટના સ્થળે જ મોત

પુણામાં ખાનગી બસે ડિવાઈડર પર સૂતેલાને કચડી માર્યો

અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો

સુરતના પુણા વિસ્તારમાં ગંગા હોટેલ નજીક એક બસે ફૂટપાથ પર સૂતેલાં લોકોને કચડી માર્યા હતા. લાલ દરવાજા તરફથી આવતી Gj 5 z 1402 નંબરની બસના બસચાલકે ડિવાઈડર પર સૂતેલાં લોકોને અડફેટે લીધા હતા. આ દ્રશ્યો જોઈને તમામનાં હોંશ ઉડી ગયા હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે.

ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બસ નીચે ફસાયેલાને બહાર કાઢવાની ફાયર વિભાગે કામગીરી હાથ ધરી છે.

વિગત મુજબ, સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા ગંગા હોટલ પાસે લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. લાલ દરવાજા તરફથી આવતી ઓમ સાંઈ રામ લક્ઝરી બસ (GJ-05-Z-1402) પુણામાંથી પસાર થઈ રહી હતી. દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી બસ ડિવાઈડર પર સૂતેલા લોકોને અડફેટે લીધા હતા. જ્યાં લોકો સૂઈ રહ્યા હતા. જે પૈકી એકનું બસના ટાયરની નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી બસ મૂકીને ડ્રાઈવર ભાગી ગયો હતો.

બસ ડિવાઈડર પર સૂતેલા પર ફરી વળતા એક બસના આગળના ટાયર નીચે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બસ અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બસના ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે મૃતકની ઓળખની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 73 ,  1