મુંબઇના બાંદ્રા-કુર્લામાં અન્ડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રીજ ધરાશાયી

દૂર્ઘટનામાં 13 મજૂરો ઘાયલ : રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં શુક્રવારે વહેલી સવારે એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં લગભગ 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ અન્ય લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાટમાળ નીચે અન્ય લોકો પણ ફસાયા હોવાની આશંકા

મળતી માહિતી મુજબ, દુર્ઘટના શુક્રવારે સવારે 4:40 વાગ્યે સર્જાઈ હતી અને મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પાસે એક બાંધકામ હેઠળના ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે અને લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી