આણંદ : છત્તીસગઢ મહિલા આયોગના અધ્યક્ષ નારી અદાલતની મુલાકાતે

છત્તીસગઢ મહિલા આયોગના અધ્યક્ષ હર્ષિતા પાંડેએ આણંદ ખાતે આવેલી નારી અદાલતની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે દરેક રાજયમાં નારી અદાલત શરૂ કરવાની બાબત વિચારાધીન હોવાનું જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન અધ્યક્ષ હર્ષિતા પાંડેએ જીલ્લા કોર્ડીનેટર કોમલ જયસ્વાલ તેમજ નારી અદાલતના સ્ટાફ મિત્રો અને કો.ઓર્ડીનેટર તેમજ ન્યાય સમિતિની બહેનોની મુલાકાત લઇને તેઓને કાયદાકીય જરૂરી સુચનો આપ્યા હતાં.

આણંદ નારી અદાલતની કામગીરીની સરાહના કરતા કહ્યુ હતુ કે આણંદ નારી અદાલત દ્વારા ખુબ જ પ્રસંશનીય કામગીરી થઇ રહી છે આવનારા સમયમાં પણ પણ આવી ઉત્કૃષ્ઠ કામગીરી થતી રહે તેવી આશા રાખું છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નારી અદાલત ગુજરાતનું મોડેલ છે. જેના થકી રાજ્યની મહિલાઓને કાયદાકીય સમજ મળી રહે છે. તેમજ તેઓને માટે આ અદાલત આશીર્વાદરૂપ બની છે. આગામી સમય માટે ભારત દેશના સર્વે રાજ્યમાં નારી અદાલત શરૂઆત કરવાની યોજના વિચારાધીન છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી