કિશોરે ભંગારમાંથી બનાવ્યો Iron Man જેવો સૂટ, આનંદ મહિન્દ્રા થયા ગદગદ : Video કર્યો શેર

ઈમ્ફાલના કિશોરની કલાકારીના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ થયા અભિભૂત!

આનંદ મહિન્દ્રાએ મણિપુરના એક કિશોરનો વીડિયો શેર કરી ખૂબ જ પ્રશંસા કરી છે. તેમણે પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે, બાળકે કોઇપણ તાલિમ વગર ભંગારમાંથી આયરન મેનનો સૂટ બનાવ્યો છે. યુવકની આ ટેલેંટની ચર્ચા આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહી છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર રોજ કોઈને કોઈ પ્રેરણાત્મક અને વાયરલ કન્ટેન્ટ શેર કરતા રહેતા હોય છે. થોડા દિવસ પહેલા તેમણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ઈમ્ફાલમાં રહેતા પ્રેમ નિનગોમબમ નામના એક કિશોરે ‘આયરન મેન’નું સુટ બનાવ્યું છે. તેનો વીડિયો જોયા બાદ આનંદ મહિન્દ્રા આ કિશોરથી ઘણા પ્રભાવિત થયા અને તેના અભ્યાસનો ખર્ચ પોતે ઉઠાવવા નિર્ણય લીધો. 

ઈમ્ફાલમાં રહેતો પ્રેમે ‘આયરન મેન’નું હુબહુ સુટ બનાવ્યું છે. પહેલી નજરે એવું જ લાગશે કે આ ‘આયરન મેન’નો પ્રોટોટાઈપ છે. પરંતુ આ સુટને પહેર્યા બાદ આ કિશોર મિની આયરન મેન જેવો જ લાગે છે. સૌથી મહત્વની અને ખાસ વાત એ છે કે આ આયરન મેનના સુટને બનાવવા માટે કોઈ ભારે ખર્ચ કરવામાં નથી આવ્યો, પરંતુ ભંગાર અને સામાન્ય વસ્તુઓની મદદથી આ સુટ બનાવવામાં આવ્યું છે.

આનંદ મહિન્દ્રાએ વધુમાં કહ્યું કે, ”હું પ્રેમની મહત્વકાંક્ષા અને કૌશલથી ન માત્ર હૈરાન છું, પરંતુ પ્રેરિત પણ થયો છે. ખરાબ આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પ્રેમે પોતાનો ટેલેન્ટ દર્શાવ્યો તેમજ પોતાનું સપનું સાકાર કર્યું. પ્રેમે પોતાની પાસે રહેલા સ્ક્રેપ મટીરિયલ અને પોતાની સુંદર સર્જનથી આ શાનદાર સુટ બનાવ્યું. અમારા સમૂહના ચીફ ડિઝાઈન ઓફિસર પણ પ્રેમથી પ્રભાવિત થયા છે. તેઓ પ્રેમ સાથે જોડાઈ તેને કરિયરનું માર્ગદર્શન આપશે. તેમજ તેના ભાઈ-બહેનને અભ્યાસની સુવિધા પણ પૂર્ણ કરશે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી