આણંદ જિલ્લામાં પણ સ્પોર્ટસ ડે ની ઉજવણીનો પ્રારંભ સાંસદ મિતેષ પટેલે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણી અને જિલ્લા કલેકટર દિલીપ રાણાની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
વલ્લભવિદ્યાનગર ખાતે એસ.પી.યુનિવર્સિટીના જ્ઞાનોદય હોલ ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટસ ડે નો પ્રારંભ કરાવતાં સાંસદ મિતેષ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજ યોગા કરી પોતાના શરીરને ફીટ રાખી રહ્યા છે. તેમ ભારતના દરેક નાગરિકોએ પોતાની તંદુરસ્તી પ્રતિ જાગૃત રહીને ફીટ ઇન્ડિયામાં સહભાગી થઇને રાષ્ટ્રને વધુ તંદુરસ્ત અને મજબૂત બનાવવા કહ્યું હતું.તેમણે વલ્લભવિદ્યાનગર જેમ શિક્ષણના હબ તરીકે ઓળખાય છે. તેની સાથે હવે રમત-ગમતના હબ તરીકે પણ ઓળખાય તે માટેના પ્રયાસો હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો.
આણંદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, કોલેજો, અને યુનિવર્સિટી ખાતે ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન, લીંબુ-ચમચા, કોથળાદોડ, સંગીત ખુરશી, કરાટે અને આર્ચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
39 , 1