આણંદ: વિદ્યાર્થિનીને વીડિયો કોલ કરી પ્રોફેસર નગ્ન થઈ ગયો…

શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના

ગુજરાતમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. શિક્ષકો જ નરાધમો જેવુ કૃત્ય આચરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે શિક્ષણ નગરી આણંદમાં એક પ્રોફેસર વિદ્યાર્થીનીને ઓનલાઈન વીડિયો કરીને નગ્ન અવસ્થામાં આવી ગયો હતો. એટલુ જ નહિ, તેણે યુવતી સાથે અભદ્ર વાતો પણ કરતો હતો. પ્રોફેસરની બિભત્સ માંગણીનો પત્ર હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયો છે.

આણંદની એક જાણીતી કોલેજમાં એક પ્રોફેસર કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. જેણે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને બે મહિના પહેલા વીડિયો ફોન કર્યો હતો. આ વીડિયોમાં પ્રોફેસર નગ્ન અવસ્થામાં હતો અને તેણે વિદ્યાર્થીની પાસેથી ગંદી ગંદી માંગણી કરી હતી. 10 મિનિટના આ વીડિયોમાં માત્ર પ્રોફેસર યુવક દેખાય છે. આ ઘટના બે મહિના પહેલાની છે. બે મહિના બાદ હાલ સોશિયલ મીડિયા પર એક નનામો પત્ર ફરતો થયો છે. જેમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરાયો છે.

આમ, વીડિયો બહાર આવ્યા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જે તે સમયે વિડીયો બહાર આવ્યો અને વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી ત્યારે પ્રોફેસરે એમ કહીને વાત ટાળી દીધી કે આ વીડિયો પત્ની સાથેનો હતો. જોકે, આ મામલે પ્રોફેસર ખોટુ બોલતા હોય અને વીડિયો ઓફિસમાં લેવાયો હોય તેવુ પણ કહેવાઈ રહ્યું છે.

પત્રમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે નામની વ્યક્તિ પણ કોલેજમાં ન હોવાનુ સામે આવ્યુ છે. તો શૈક્ષણિક સંસ્થા દ્વારા પણ આવી ઘટના કોલેજમાં બની ન હોવાનું જણાવ્યું છે. જોકે, આખરે આ વીડિયો ક્યાંથી આવ્યો કે કોલેજ દ્વારા સમગ્ર મામલે ઢાંકપિછોડો કરાયો હોય તેવી ચર્ચા ઉઠી છે.

 65 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી