આણંદ : ભાજપના મહિલા નેતાનો પુત્ર દારૂની બોટલો સાથે ઝડપાતાં ખળભળાટ

ભાજપના મહિલા નેતાનો પુત્ર બન્યો બુટલેગર, દારૂની બોટલો સાથે ધરપકડ

ગુજરાતમાં સરકાર કડડ દારૂબંધીની વાતો કરી રહી છે, તો બીજી તરફ બફામ બુટલેગરો દારૂ સાથે ઝડપાઇ રહ્યા છે. થોડાક દિવસ પહેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ક્યારેય દારૂબંધી નહીં હટે તેમણે કહ્યું હતું કે દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવી છે, સરકાર બહેનોના ચૂડી ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટિબધ્ધ છે. જો કે મંત્રીના આ દાવા પોકળ સાબિત થયા છે. રાજ્યમાં દારૂના મોટા જથ્થા સાથે બુટલેગરો ઝડપાઇ રહ્યા છે. ત્યારે આણંદમાં ભાજપના મહિલા નેતા અલ્પાબેન પટેલનો પુત્ર બ્રિજેશ પટેલ દારૂની 250થી વધારે બોટલો સાથે ઝડપાતાં ખળભળાટ મચ્યો છે.

આણંદ જિલ્લાનાં મહિલા નેતા અલ્પાબેન પટેલનો પુત્ર દારૂ ભરેલી કાર સાથે ઝડપાતા પોલીસે ધરપકડ કરી છે. અલ્પાબેન કરમસદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાજપના કાઉન્સીલર છે. પોલીસે અલ્પાબેન પટેલના પુત્ર બ્રિજેશને પોતાના સાગરિત સાથે ગત કાલે રાત્રે ગાડીમાં રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી માર્કાના 250થી વધુ નંગ વિદેશી દારૂની બોટલો સાથે પો ઝડપી લીધો હતો. બંને સામે પ્રોહિબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસે ગાડીમાં સવાર તેના અન્ય સાગરિતની પૂછપરછ કરતાં તેણે પોતાની ઓળખ અનિલ ખેમચંદ માવી તરીકે આપી હતી. પોલીસે દારૂનો જથ્થો, વેગનઆર કાર કિંમત રૂપિયા 3 લાખ તથા બે મોબાઇલ સાથે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તેઓ દારૂ કયાંથી લાવ્યા હતા અને કોને આપવાના છે તે અંગે પોલીસે ઉલટતપાસ હાથ ધરી છે.

દારૂબંધી પર પ્રદીપ સિંહ જાડેજાનો કડક સંદેશ

ગુજરાતમાં સરકાર દ્વારા કહેવામાં આવે છે કે, રાજ્યમાં દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે અમલ કરવામાં આવે છે પરંતુ હવે અવાર નવાર લાખો રૂપિયાના દારૂનો મુદ્દામાલ પોલીસની રેડ દરમિયાન અથવા તો હેરાફેરી દરમિયાન પોલીસ દ્વારા પકડવામાં આવે છે. બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવાની માટે અવનવા પેંતરા અજમાવી રહ્યા છે પરંતુ પોલીસની સતર્કતાને કારણે બુટલેગરોના મનસૂબા સફળ થતા નથી.

થોડા દિવસો પહેલા ગુજરાતમાં દારૂબંધી હટાવવાના મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયા પર એક કેમ્પઇનની શરૂઆત કરી હતી.ગુજરાતમાં દારૂબંધી હટાવવા માટે તેમને નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હટી જશે તો દારૂના ટેક્સના પૈસાથી કરોડો રૂપિયાની આવક થશે. આ આવકનો રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના આરોગ્ય અને શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે. ત્યારે ગુજરાતમાં દારૂબંધીને લઈને રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પ્રતિક્રિયા આપી હતી.

પ્રદિપસિંહ જાડેજાએ દારૂબંધી બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો ગુજરાતની અંદર દારૂબંધી હટાવવાની વાત કરે છે પરંતુ આ શક્ય નથી. ગુજરાતની સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે અને કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડની આવક થશે અને ગુજરાતનો વિકાસ થશે તેવો મત ધરાવે છે. પરંતુ ગુજરાતની સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂની બદીના કારણે કેટલાય પરિવારો ઉજડી જાય છે. આ ઉપરાંત દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. જેથી ગુજરાતની સરકાર બહેનોના ચૂડી ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટિબદ્ધ છે.

ઉલ્લખનિય છે કે, થોડાક દિવસો પહેલા ગુજરાત ટુરીઝમ બાબતે દારૂબંધી નીતિ પર સવાલો ઉઠ્યા હતા. આ બાબતે વડોદરાના મહારાણીએ પણ નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ શંકરસિંહ વાઘેલાનું નિવેદન પણ આવ્યું હતું

 87 ,  1