આણંદ : બેફામ આઇસરે બાઇક પર નોકરી જઇ રહેલા ત્રણ યુવકોને કચડી નાંખ્યા, ઘટનાસ્થળે મોત

આઇસરે બાઇકને મારી ટક્કર, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત 

આણંદના કણભાઈપુરા પાસે અકસ્માતમાં ત્રણના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આઇસરે બાઇકને અડફેટમાં લેતા ત્રણ લોકોનાં મોત થયા છે. ત્રણેય યુવકો બાઇક પર નોકરી જઈ રહ્યા હતા, ત્યારે આઇસર બાઈકને ઢસડીને ખેતરમાં ઘુસી ગઈ હતી. ઘટનાસ્થળે જ ત્રણેય યુવકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આંણદના ઓડ પાસે કણભાઈપુરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અહી રહેતા નરંજન મણિભાઈના કુવા પાસે સવારે 6 વાગે મોટર સાઈકલ અને આઇસરે ટ્રક એકબીજા સાથે ટકરાયા હતા. સાવલીના મંજુસર પાસેની કંપનીમાં જવા માટે ત્રણ યુવકો નીકળ્યા હતા. ત્યારે ટ્રેક મોટર સાઈકલને ટક્કર મારી હતી અને મનોજ રણછોડ ઠાકોર (ઉંમર વર્ષ 23), ભરત પુંજા (ઉંમર વર્ષ 25) અને રાજુ ઠાકોર (ઉમર વર્ષ 30)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જે ટ્રકે અકસ્માત સર્જયો તે એમપી પાસિંગનો ટ્રક હતો. અકસ્માત થતા ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

પોલીસે આ અંગે ગુનો નોંધી ટ્રક ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે. તો બીજી તરફ મણિભાઈના ત્રણ મૃતદેહો જોઈને અરેરાટીભર્યો માહોલ સર્જાયો હતો. બાઈકનું પણ ટ્રકની ટક્કરથી કચ્ચરધાણ નીકળી ગયું હતું. 

 68 ,  1