કાર્તિક આર્યન સાથેની ફિલ્મ માટે અનન્યા પાંડેએ પાંચ કિલો વજન વધાર્યું

ફિલ્મો અને ટીવી સિરીયલોના કલાકારો પોતાને મળતાં રોલને પુરેપુરો ન્યાય આપવા ભરપુર મહેનત કરતાં હોય છે. પાત્રને અનુરૂપ અને નિર્માતા-નિર્દેશકની માંગણી મુજબ કલાકારો વજન વધારતા કે ઘટાડતાં પણ હોય છે.

અનન્યા પાંડે પણ આવા જ કારણોસર વજન વધારી રહી છે. તેને એક ખાસ રોલ માટે પાંચ કિલો વજન વધારવું પડ્યું છે. સ્ટુડન્ડ ઓફ ધ યર-૨ થકી બોલીવૂડમાં આવેલી અનન્યા હવે બીજી ફિલ્મ પતિ પત્નિ ઓૈર વોની રિમેકમાં કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે કામ કરી રહી છે. કાર્તિક સાથેના રોલ માટે તેને પાંચ કિલો વજન વધારવાનું કહેવામાં આવતાં તેણે સખત મહેનત કરી વજન વધારી લીધું છે.

અનન્યા કહે છે આટલુ વજન વધારવું એ સરળ કામ નહોતું. મેં ગમે તે ખાઇ-પીને વજન નથી વધાર્યુ, યોગ્ય ખોરાકને યોગ્ય રીતે લઇને વજન વધાર્યુ છે. દર બે કલાકે કંઇક ને કંઇક ખાવુ પડતું હતું. પ્રોટીન પણ વધુ લેવું પડ્યું હતું. ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ ખુબ મદદ કરી હતી. ફિલ્મ ૬ ડિસેમ્બરે રિલીઝ થશે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી