આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલિજન્સ સ્ક્વોડની ટીમના ગોધરામાં ધામા..

જાસુસી કાંડમાં ફરી એકવાર ગોધરા કનેક્શન સામે આવ્યું..

આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલિજન્સ સ્ક્વોડની ટીમે ગોધરામાં ધામા નાંખ્યા છે. ભારતીય નેવીની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડવા અંગે જાસૂસી કાંડની ફરિયાદ બાદ ટીમ ગોધરા પહોંચી છે. જેમાં પાંચ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે.

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના બહુચર્ચિત નેવી જાસૂસી કાંડમાં આંધ્ર પ્રદેશ ઇન્ટેલિજન્સ સેલની ટીમ ગુજરાતના તપાસ કરી રહી છે. જાસુસી કાંડમાં ફરી એકવાર ગોધરા કનેક્શન સામે આવ્યું છે. જેથી જાસુસી કાંડની તપાસ માટે આંધ્ર ઈન્ટેલિજન્સ સેલના અધિકારીઓએ ગોધરામાં ધામા નાંખ્યાં છે. આંધ્રના અધિકારીઓ ગોધરામાં દરોડા પાડી સમગ્ર મામલાની તપાસ કરી રહ્યાં છે. 

આંધ્રની ટીમે સ્થાનિક એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસને સાથે રાખીને ગોધરાના પોલનબજાર, ચેતનદાસ પ્લોટ સહિતના અલગ અલગ 6 વિસ્તારોમાં રવિવારની રાત્રે છાપા માર્યા હતા. ટીમે એક મહિલા સહિત 5 કરતા વધુ શંકમંદોની પૂછપરછ કરી હતી. 

આંધ્રની તપાસ એજન્સી એ પૂછપરછ દરમિયાન ગોધરાના મોહંમદી મહોલ્લામાં રહેતા અલ્તાફ હુસેન ઘાંચીભાઈની ધરપકડ કરી છે. અલ્તાફ હુસેન હારૂન ઘાંચીભાઈ વેલ્ડીંગ કામના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ભારતના સુરક્ષા દળોના જવાનોને ફસાવવા જાસુસી કરવા ઉપરાંત, હની ટ્રેપ અને નોન બેન્કિંગ હવાલાથી  ભંડોળ મોકલવાની ભૂમિકા મુદ્દે ધરપકડ કરવામાં આવી છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી