મુકેશ અંબાણી બન્યા સંકટમોચક, નાના ભાઇને જેલમાં જતા બચાવ્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીની મદદ કરી સંકટ મોચક બન્યા. મુકેશ અંબાણીએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશની બાકી રકમ ચૂકવી છે. એરિકસન કેસમાં દેવામાં ડૂબેલી રિલાયન્સ કોમ્યુનિકેશનને તારવા બદલ તથા સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી મુદતના એક દિવસ પહેલાં એરિક્સનને 458.77 કરોડ અને વ્યાજની રકમ ચૂકવવા બદલ અનિલ અંબાણીએ પોતાના મોટાભાઈ મુકેશ અંબાણી અને ભાભી નીતા અંબાણીનો આભાર માન્યો હતો.


અનિલ અંબાણી એ જણાવ્યું હતું કે, મારે આદરણીય મોટાભાઇ મુકેશ અને ભાભી નીતાનો હું આભારી છું, કે તેમણે અમારા પરિવારની પરંપરા અને સાચા મૂલ્યોને જાળવતા સમયસર મદદ કરીનને મને મોટી મુશ્કેલીમાંથી ઉગાર્યો છે. હું અને મારો પરિવાર ભૂતકાળને ભૂલીને
આગળ વધી રહ્યા છીએ. અમે તેમના ખૂબ જ આભારી છીએ. મુકેશ અંબાણીની મદદથી અનિલે સ્વીડનની કંપની એરિક્સનને 458.77 કરોડ રુપિયા ચૂકવ્યા છે.

આરકોમના એક પ્રવક્તાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરતા એરિક્સનના 550 કરોડ રુપિયાની બાકી રકમ વ્યાજ સહિત ચુકવી દીધી છે. આ ચુકવણી સાથે જ આરકોમની એરિક્સન સાથે ચાલી રહેલી 18 મહીના જૂની કાયદાકીય લડત પણ સમાપ્ત થઈ ગઈ છે.

આપને જણાવી દઇએ, આ બીજી વખત મુકેશ અંબાણીએ પોતાના નાના ભાઈની મદદ કરી છે. વર્ષ 2018માં મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇંફોકોમે આરકોમની વાયરલેસ સેવાને 3000 કરોડ રુપિયામાં ખરીદી હતી. બજારમાં પ્રાઇસ વોર ચાલવાના કારણે આરકોમે પૈસાની તંગીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

 130 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી