September 20, 2021
September 20, 2021

અનિલ અંબાણીનું દેવું ઘટીને અડધું થશે…!

દિલ્હી સરકાર અને કેન્દ્ર પાસે DMRC માં 50-50 ટકા હિસ્સો

સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) પાસેથી 7100 કરોડ રૂપિયા મળશે. દિલ્હી સરકાર અને કેન્દ્ર પાસે DMRC માં 50-50 ટકા હિસ્સો છે. કંપનીના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે શેરધારકોને આ માહિતી આપી હતી. અંબાણીએ કહ્યું કે DMRC તરફથી મળેલ પેમેન્ટનો ઉપયોગ કંપનીનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. કંપની પર રૂ 3,808 કરોડનું દેવું છે. આ પછી કંપની દેવામુક્ત બનશે.

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ મેટ્રો લાઇનનું સંચાલન કરતી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડની તરફેણમાં ચુકાદો આપતી વખતે આર્બિટ્રેશન કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેરહોલ્ડરોને સંબોધતા અંબાણીએ જણાવ્યું હતું કે “સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રિલાયન્સ ઇન્ફ્રાના યુનિટ DAMEPL ને DMRC પાસેથી રૂ 7,100 કરોડ મળશે. આ રકમનો ઉપયોગ કંપનીનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. આ પછી કંપની દેવામુક્ત બનશે.

અંબાણીએ કહ્યું કે કંપની પાસે વિવિધ મંચ પર 15,000 કરોડ રૂપિયાના વધારાના દાવા બાકી છે. તેમણે કહ્યું કે 50,000 કરોડ રૂપિયાના પાવર ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ માટે કંપનીની નિયમનકારી અસ્કયામતો અલગ અલગ મંચ પર મંજૂરી અથવા વિવાદમાં છે.

ભારે દેવામાં ડૂબેલ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સની રિઝોલ્યુશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતા જ રિલાયન્સ કેપિટલનું કુલ દેવું અડધું થઇ જશે એટલે કે 20,000 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં મદદ મળશે. લેન્ડર્સે આ વર્ષની શરૂઆતમાં RCF અને RHFનું અધિગ્રહણ કરવા માયતે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રા લિમિટેડને સફળ બીડર તરીકેની પસંદગી કરી હતી.

રિલાયન્સ કેપિટલ રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (RCF) માં 100 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે તે રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં બહુમતી હિસ્સેદાર છે.અંબાણીએ કહ્યું કે રિલાયન્સ કેપિટલ પર રૂ. 40,000 કરોડનું એકીકૃત દેવું છે. બે નાણાકીય સંસ્થાઓ RCF અને RHF ની રિઝોલ્યુશન પ્રક્રિયા પૂર્ણ થવાથી રિલાયન્સ કેપિટલનું દેવું ઘટશે.

 23 ,  1