અનિલ અંબાણીની ત્રણ કંપનીઓ ફ્રોડ શ્રેણીમાં મુકાઇ

રિલાયન્સ ટેલીકોમ, રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ઇંફ્રાટેલ કંપની ફ્રોડ શ્રેણીમાં..

અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો છે. ત્રણ કંપનીઓ ફ્રોડ શ્રેણીમાં મુકાઇ છે. SBIએ રિલાયન્સ ટેલીકોમ, રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ઇંફ્રાટેલ કંપનીને ફ્રોડ શ્રેણીમાં મુકી છે. બેંકે કોર્ટને કહ્યું હતું કે તેમના ઓડિટ દરમિયાન ભંડોળનો દુરૂપયોગ, સ્થાનાંતરણ અને ગેરકાયદેસરતા (હેરાફેરી) પ્રકાશમાં આવી છે, તેથી તે તેમને ‘છેતરપિંડી’ ની શ્રેણીમાં મૂકી છે.

આ ઘટના પછી અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે હવે SBI આ મામલામાં બેન્કિંગ છેતરપિંડીને લઈને સીબીઆઈ તપાસની માંગ કરી શકે છે. દિલ્હી હાઈકોર્ટ SBIને અનિલ અંબાણીની કંપનીઓના ખાતા પર યથાવત્ સ્થિતિ જાળવવા કહેવામાં આવ્યું છે.

જણાવી દઇએ, કોઈ બેંક લોનને છેતરપિંડી ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે તે એક ગેરકાયદેસર લાભકારી પરિસંપત્તિ (NPA) બની જાય છે. એસબીઆઇએ કોર્ટને જણાવ્યું હતું કે ઓડિટ દરમિયાન ફંડનો દુરુપયોગ, ટ્રાન્સફર અને હેરાફેરી સામે આવ્યા પછી તેમણે આ કંપનીઓના દેવા ખાતાઓને ‘છેતરપિંડી’ કેટેગરીમાં રાખ્યા છે.

 66 ,  1