UPSCમાં ઉત્તીર્ણ અંકિતસિંહ રાજપૂત બનશે IPS – ગુજરાત કેડર પસંદ કરી…

યુવાનો માટે આપ્યો સંદેશ – લક્ષ્ય નક્કી કરો અને ચોટલી બાંધીને મચી પડો..

આતુરતાથી વિદ્યાર્થીઓ જે પરીક્ષાના પરિણામની રાહ જોતા હતા તે સિવિલ સર્વિસ પરીક્ષા એટલે કે UPSC 2020ના અંતિમ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. દેશભરમાંથી કુલ 761 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. બિહારના શુભમ કુમાર પ્રથમ, જાગૃતિ અવસ્થિ બીજા અને અંકિત જૈને ત્રીજો ક્રમાંક હાંસિલ કર્યો છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સફળતા મેળવી છે. ગુજરાતમાં કુલ 14 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. જેમાં અંકિતસિંહ રાજપૂતની પણ મહેનત રંગ લાવી છે. ગુજરાતમાં અંકિત રાજપૂત 260માં ક્રમાંક હાંસલ કર્યો છે.

ભારતની કઠીનમાં કઠીન ગણાતી UPSCની ફાઇનલ પરિક્ષામાં ગુજરાતમાંથી જે 1થી 10 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમાં અમદાવાદના અંકિત રાજપૂતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ચોથો નંબર આવ્યો છે. નેટ ડાકિયા દ્વારા તેની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. જે આ મુજબ છે…

સવાલ – UPSC માટેની તૈયારીઓ કંઈ રીતે કરી, જેમ કે કેટલા કલાક વાંચવાનું, ટીવી જોતા હતા, મોબાઈલનો ઉપયોગ કરતા હતા…

પોતાની સફળતા અંગે નેટડાકિયા ન્યુઝ સાથે વાત કરતા અંકિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું તેઓ દરોજ 10-12 કલાકનું વાંચન કરતા હતા. જેમાં ખાસ કરીને 90 મીનિટ ન્યુઝ પેપરનું વાંચન સાથે અધ્યન કરતા હતા. દરેક છાપાના 10-12 અલગ અલગ ટોપીક પર રિસર્ચ કરી નોંટ્સ બનાવતા હતા.

આ ઉપરાંત ચાર કલાક રાજકારણ, સાયન્સ, અને આંતરરાષ્ટ્રીય અંતરર્ગત વિવિધ સમાચારોનું પણ અધ્યન કરતા હતા. સાથે ચાર કલાક જનરલ નોલેજની વિવિધ પુસ્તકોનું વાંચન કરતા હતા.

આટલું જ નહીં રાજ્ય સભા ટીવીમાં બીગ પિક્ચર પ્રોગ્રામ દરોજ જમતા સમયે જોતા હતા. માનસિક તણાવ મુક્ત રહેવા તેમજ સારા સ્વાસ્થ્ય માટે દરોજ 45-45 મીનિટ કસરત કરતા હતા.

સવાલ– કોઈ કોચિંગ ક્લાસની મદદ લીધી છે..?

UPSCમાં સિધ્ધિ હાંસલ કરવા બદલ કોચિંગ ક્લાસ અંગે જણાવતા અંકિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વિઝન IAS ટેસ્ટ સીરીઝ જોઇન્ટ કરી હતી અને બાકી મારી જાતે જ મહેનત કરી હતી.

સવાલ – IPS થવુ છે IAS, શું નાનપણથી આવું કોઈ સ્વપ્ન જોયું હતું કે કેમ..?

અંકિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે IPS મારી પહેલી પસંદ છે. પોલીસની લાઇફ પ્રેરિત કરે છે. જેમાં આવતા અનેક પડકારો મને સૌથી વધુ પ્રેરિત કરે છે.

સવાલ – ગુજરાત કેડરમાં નોકરી કરશો કે અન્ય કેડરમાં…?

UPSCમાં મોટી સફળતા મેળવવ્યા બાદ અંકિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પોસ્ટિંગ માટે મારી પહેલી પસંદ ગુજરાત છે. અને હું ગુજરાત માટે મહેનત કરીશ…

સવાલ – આજના યુવાનોને શું સંદેશો આપવા માંગો છો, ખાસ કરીને જેઓ UPSC-GPSC વગેરની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે…

UPSC-GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સંદેશો આપતા અંકિતસિંહે જણાવ્યું હતું કે, આ માટે તમારો લક્ષ્ય નક્કી હોવો જોઇએ, સતત પરીશ્રમ કરતા રહેવું અને ધીરજ રાખવી. જો UPSC અને GPSCનું સારૂ પરિણામ ના આવે તો હિમત હાર્યા વગર ધ્યેયથી પોતાની ભૂલો શોધી વધુ તનતોડ મહેનત કરવી જોઇએ.

 89 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી