ગણેશ ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, તમામ શહેરોમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવી જ રીતે ભરૂચમાં પણ ગણેશઉત્સવની તાડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ વિઘ્નહર્તાને ઉત્સાહભેર આંગણે બોલાવતા પહેલા જ સાત યુવાનો પર વિઘ્ન આવી પડ્યું, જેમાં 2 યુવાનોના મોત થયા છે, તો પાંચ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના નેશનલ હાઈવે પાસે આવેલા આદર્શ માર્કેટ નજીક ગણેશ મંડળના યુવાનો ગણેશજીની પ્રતિમા એક લારીમાં લઈ આવી રહ્યા હતા તે સમયે કરંટ લાગતા બે યુવાનોના મોત થયા છે, જ્યારે પાંચ અન્ય યુવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
37 , 1