અંકલેશ્વર : આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરની શ્રીમતિ કુસુમબેન કડકીયા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શૌક્ષણિક ફી ના સ્વીકારવા મુદ્દે વિદ્યાર્થીઓએ કોલેજ ઉપર આંદોલન અને દેખાવો કર્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ,અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરની શ્રીમતિ કુસુમબેન કડકીયા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે અંકલેશ્વરના વિદ્યાર્થીઓની યુનિવર્સીટી મારફતે ઓનલાઇન એડમીશન આપવામાં આવ્યા છે.

જેમાં કોલેજના આચાર્યે કોલેજના એડમીશન લેટર ઉપર સહી-સિક્કા કરીને વિદ્યાર્થીઓને ફી ભરવા જણાવેલ પરંતુ સંચાલક મંડળ દ્વારા ફી ના લેવા તેમજ ફી કાઉન્ટર બંધ કરવા સુચના અપાતા વિદ્યાર્થીઓએ ફી ના સ્વીકારાતા કોલેજ ખાતે જ મોટી સંખ્યામાં વિધ્યાથીઓએ ભેગા મળીને દેખાવો કર્યા હતા.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી