અંકલેશ્વર : શેર બજારમાં ખોટ થતાં સુરતના યુવકે લગાવ્યો ફાંસો

શેર બજારમાં ખોટના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન

અંકલેશ્વરમાં એક યુવાને આપઘાક કર્યો હોવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી સર્વોત્તમ હોટલમાં સુરતના એક 35 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં શેર બજારમાં ખોટ થતાં આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કેશવપાર્ક સોસાયટીમાં રહેતો નીલેશ ગાંગાણી ઉ.વ. 35 ગઇ કાલે અંકલેશ્વરમાં હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલમાં રોકાયો હતો. જ્યાં તેણે ગળાફાંસો ખાધો હતો. યુવકે હોટલમાં આપઘાત કર્યો હોવાની જાણ સવારે હોટલ સંચાલકોને થઇ હતી અને સંચાલકોએ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર નીલેશ ગાંગાણી શેર બજારમાં રોકાણ કરતો હતો અને છેલ્લા કેટલાક સમયથી ખોટ જતી હતી.

હાલ આ મામલે પોલીસે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 18 ,  1