અંકલેશ્વરના પરિવારને નડ્યો અકસ્માત,બે બાળકી અને એક યુવતીનું મોત..

શોકસભામાંથી પરત આવતા વલસાડના ગુંદલાવ નજીક સર્જાયો અકસ્માત..

દુર્ઘટનાઓ આપણા જીવનમાં અવારનવાર બનતી હોય છે .આ દુર્ઘટનાઓમાં આપણા અંગત લોકોનો જીવ જાય ત્યારે તે સમય ખુબ જ પીડાદાયક સાબિત થાય છે .આવી જ એક ઘટના હાલમાં જ પ્રકાશમાં આવેલી છે .વિગતો અનુસાર ,અંક્લેશ્વરનો એક પરિવાર શોકસભામાંથી પરત આવી રહ્યો હતો ,ત્યાર્રે આ ગંભીર અકસ્માત થયો હતો.વલસાડના ગુંદલાવ નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. અંકલેશ્વરના એક પરિવારને આ અકસ્માત નડ્યો છે. કારમાં સવાર સાત પૈકી ત્રણ લોકોના મોત ઘટનાસ્થળે જ થયા છે. હાઈવે પર એક ટ્રક સાથે કાર અથડાઈ હતી. જે બાદ કાર ડિવાઈડર પર ચડી જતા અને થાંભલા સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર રીતે કારનો કચકડો થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ ,અંકલેશ્વરનો એક પરિવાર શોકસભામાંથી પરત ફરી રહ્યો હતો .ત્યારે વલસાડના ગુંદલાવ નજીક ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો .કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અંકલેશ્વરનો આ પરિવાર દમણથી પરત આવી રહ્યો હતો. દમણમાં એક શોક સભામાંથી પરત ફરતા સમયે વલસાડના ગુંદલાવ નજીક અકસ્માતનો ભોગ બન્યો છે. જે લોકોના મોત થયા છે. તેમાં બે બાળકીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

હાલ તો પોલીસ દ્વારા ઘટનાની વિગતો તપાસવામાં આવી રહી છે .

 63 ,  1