નાણામંત્રી નિર્મલા સીતારમણે બેડ બેંકની કરી જાહેરાત

31,600 કરોડની ગેરન્ટીની જાહેરાત કરી મોદી સરકારે

મોદી સરકારે બેડ બેન્કોને મોટી રાહત આપી છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે બેન્કો માટે 31600 કરોડની બેન્ક ગેરન્ટીની જાહેરાત કરી છે.

પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રીએ બેડ બેંકોને લઈને કેબિનેટમાં જે પણ નિર્ણયો લેવાયા તેની માહિતી આપી હતી. ભારતીય બેંક સંઘે સરકારની ગેરંટી લગભગ 31 હજાર કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવ્યું છે. સાથેજ IBAને ખરાબ બેંક મુદ્દે રિપોર્ટ સોંપવાનું પણ જણાવાયું છે. હાલ બેડ બેંકને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એક્સપર્ટસનું કહેવું છે કે બેડ બેંક કોઈ બેક નથી પરંતુ આ એક અસેટ રિકંન્સટ્રકશન કંપની છે જે બેંકના દેવાને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરશે. આવું કરવાથી બેંકો સરળતાથી અન્ય લોકોને લોન આપી શકશે.

કેબિનેટની બેઠકના બીજા દિવસે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણની મહત્વની બેઠક યોજાઈ હતી. આજની બેઠક અંગેની માહિતી પત્રકાર પરિષદ દ્વારા આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે અસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની નામની બેંડ બેંકની જાહેરાત કરી હતી. સરકાર આ બેંક માટે 30 હજાર 600 કરોડની ગેરંટી આપશે. 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી.

બેંકોની નાણાંકીય સ્થિતિ અંગે નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા છ વર્ષમાં 5 લાખ કરોડથી વધુની વસૂલાત થઈ છે. માર્ચ 2018 થી 3 લાખ કરોડથી વધુની વસૂલાત થઈ છે. 1 લાખ કરોડ માત્ર રાઈટ-ઓફ લોનમાંથી વસૂલવામાં આવ્યા છે. છેલ્લા છ વર્ષમાં બેંકોની સંપત્તિમાં ઘણો સુધારો થયો છે.

તેમણે કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે બેંકોની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. 2018 માં, દેશમાં 21 જાહેર ક્ષેત્રની બેન્કો હતી અને માત્ર 2 બેન્કો નફાકારક હતી. 2021 માં માત્ર બે બેંકોએ ખોટ નોંધાવી છે. આ દર્શાવે છે કે બેંકોની બેલેન્સશીટમાં ઘણો સુધારો થયો છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી