આઈસીસીએ વર્લ્ડ કપ ૨૦૧૯ ની પોતાની ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા..

આઈસીસીએ વર્લ્ડ કપ ૨૦૧૯ ના સમાપ્ત થયા બાદ પોતાની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. સેમીફાઈનલમાં બહાર થનારી ટીમ ઇન્ડિયાથી માત્ર બે જ ખેલાડીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડને બીજી વખત વર્લ્ડ કપની ફાઈનલ પહોંચનાર કેન વિલિયમ્સનને આ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયાના એલેક્સ કૈરીને વિકેટકીપરની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના હીટમેન રોહિત શર્મા વર્લ્ડ કપ ૨૦૧૯ માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યા છે. તેમને એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.

તેના સિવાય જસપ્રીત બુમરાહે આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ માં ૧૮ વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયને રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી છે. જેસન રોયે ૧૧૫.૩૬ ની સ્ટ્રાઈક રેટથી ૪૪૩ રન બનાવ્યા અને ભારત અને ઓસ્ટ્રેલિયા સામે મહત્વપૂર્ણ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. કેન વિલિયમ્સનને ત્રીજા નંબરની જવાબદારી
સોંપવામાં આવી છે.

આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ ટુર્નામેન્ટની ટીમ આ પ્રકાર છે : રોહિત શર્મા, જેસન રોય, કેન વિલિયમ્સન (કેપ્ટન), જો રુટ, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, એલેક્સ કૈરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, જોફ્રા આર્ચર, લોકી ફર્ગ્યુસન અને જસપ્રીત બુમરાહ

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી