હેડ ક્લાર્કની પરીક્ષા રદ, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત

માર્ચમાં ફરીથી પરીક્ષા લેવાશે, આરોપીઓ સામે થશે કડકમાં કડક સજા

પેપરલીક કાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકારની મોટી બેઠક બાદ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષા આગામી માર્ચ મહિનામાં લેવાશે તેવી પણ જાહેરાત તેમણે કરી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે પોલીસે મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ કરી લીધી છે. જયેશ પટેલ સહિત બે પરિક્ષાર્થીની પણ ધરપકડ કરાઈ. રિતેશ પ્રજાપતિ અને રોનક સાધુની ધરપકડ કરાઈ.

પત્રકાર પરિષદને સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પેપરલીક થયાં બાદ તાત્કાલિક અસરથી પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગણતરીના દિવસોમાં જ પેપરલીક કરનાર લોકો સામે ફરિયાદ નોંધાઈ અને 14 લોકોની ધકપકડ કરવામાં આવી છે. 

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રિન્ટિંગ પ્રેસના કર્મી અને માલિક સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. હાલ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને 88 હજાર પરિવાર લોકોને ન્યાય મળી રહે તે માટેના સરકાર દ્વારા પગલા લેવામાં આવશે.

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપર લીક કેસમાં ત્રણ દિવસ સુધી સતત તપાસ ચાલી. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પેપર ફૂટ્યાના પહેલા દિવસે જ 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા, એક જ જિલ્લામાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા. આ વિશે હર્ષ સંઘવીએ પત્રકારોને કહ્યું હતું કે આ કેસમાં અત્યારસુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની ધરપકડ કરાઈ છે. 24થી વધારે પોલીસની ટીમ કાર્યરત હતી. 

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી