વિધાનસભાની ચૂંટણીમાં 40 ટકા મહિલાઓને ટિકીટ મળશે: પ્રિયંકા ગાંધી

ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો દાવ

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોટી જાહેરાત કરી છે. લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી કે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં 40 ટકા મહિલા ઉમેદવારો ઉતારશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે આજે સત્તામાં નફરતની બોલબાલા છે તેને બદલવા માંગુ છું. તેને મહિલાઓ બદલી શકે છે. જો દેશને જાતિવાદ અને ધર્મના રાજકારણથી બહાર કાઢીને સમતાની રાજનીતિ તરફ લઈ જવો હોય તો મહિલાઓએ આગળ આવવું પડશે.

પ્રિયંકા ગાંધીનું વચન
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે અમારી પહેલી પ્રતિજ્ઞામાં નક્કી કરાયું છે કે યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુપીના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધશે તો રાષ્ટ્રીય સ્તરે પણ વધશે. હું હાલ યુપીની ઈન્ચાર્જ છું. જે મહિલાઓ છે તે એકજૂથ થઈને એક ફોર્સ બનતી નથી. તેમને પણ જાતિઓમાં વહેંચવામાં આવી રહ્યા છે. વિચારવાનું એ છે કે મહિલાઓએ જાતિ અને પ્રદેશથી ઉપર ઉઠીને એક સાથે લડવાનું છે.

મહિલાઓને 50 ટકા ટિકિટ આપવા માંગતી હતી- પ્રિયંકા
તેમણે વધુમાં કહ્યું કે જો મારું ચાલત તો મહિલાઓને 50 ટકા ટિકિટ આપત. આ એક પ્રોસેસ હોય છે અને શરૂઆત હોય છે. મને કોઈ ખોટું લાગતું નથી. અમને ઉમેદવાર મળશે અને લડશે પણ. તેઓ આ વખતે નહીં તો આગામી વખતે મજબૂત થશે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી