રાજ્ય સરકારના પાંચ લાખથી વધારે કર્મચારીઓને દિવાળી ભેટની જાહેરાત

રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ, 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સની રકમ વગર વ્યાજે મળશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સરકારે ગુજરાતના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને મોટી દિવાળી ભેટ આપી છે. રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દિવાળી નૂતન વર્ષ તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો હિતકારી નિર્ણય લેવાયો છે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂ પે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે. મુખ્યમંત્રીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દિવાળીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે. તેના પરિણામે નાના વેપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે. પ્રવર્તમાન સ્થિતિમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ આ નિર્ણયથી નવી ગતિ મળશે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર