રાજકોટ પોલીસ દ્વારા ઉપલેટામાં વાર્ષિક ઇન્સ્પેકશન કાર્યક્રમ યોજાયો

SP બલરામ મીણાએ જરૂરી સૂચનો અને માહિતી આપી…

રાજકોટના ઉપલેટામાં રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિક્ષક દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકશન કરાયું હતું અને સાથે ઉપલેટા પંથકના સામાજિક અગ્રણીઓની અધ્યક્ષતામાં લોકદરબાર યોજી અને તેમની રજૂઆતો અને તેમની ભલામણો પણ સાંભળી હતી.

આ સાથે રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા ઉપલેટા શહેરમાં સીસીટીવી કેમેરાઓ ફીટ કરાવવા માટેની જે તજવીજ ચાલી રહી છે તે અંગે પણ ચર્ચાઓ કરી હતી અને જલ્દી કાર્ય પૂર્ણ પણ થશે તેવી પણ તૈયારીઓ છે. આ સાથે વર્તમાન કોરોના વાયરસને ધ્યાને લઈને આગેવાનોને પણ ભલામણ કરી અને પૂરતું પાલન કરાવવા અને વેક્સીનેશનમાં પ્રેરણા મળે તે માટેના કાર્યો કરવાની પણ ભલામણ કરી હતી.

SP બલરામ મીણા

હાલ લગ્ન પ્રસંગ અને ધાર્મિક પ્રસંગો કે કોઈ પણ અન્ય પ્રસંગમાં કોરોના નથી એવું ના સમજી અને સતર્ક રહેવા અને સાવચેત રહેવા પણ આ સાથે સૌ કોઈને સૂચનો આપ્યા હતા અને બાદમાં રાજકોટ જીલ્લા પોલીસ વડા દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓનું વાર્ષિક ઇન્સ્પેકશન કરી અને જરૂરી સૂચનો અને માહિતીઓ આપી હતી.

રિપોર્ટર:- ભાવેશ ગોહિલ સાથે કેમેરા મેન અરશી આહીર ઉપલેટા

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી